• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં તમંચા સાથે એક ને ઝડપી પાડતી મોરબી સીટી બી ડિવિજન પોલીસ*

મોરબી : મોરબી શહેર-જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે પોલીસ તકેદારીના પગલાં લઈ અસામાજિક તત્વો ઉપર ધોસ બોલાવી રહી છે જેમાં આજે સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે એક શખ્સને દેશી તમંચા સાથે ઝડપી લેવામાં સફળતા મેળવી છે.મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક એસ.આર. ઓડેદરાની સુચના મુજબ હાલમાં સ્થાનીક સ્વરાજની ચૂંટણી યોજાનાર હોય જે ચૂંટણી શાંતી પૂર્વક યોજાઈ તે અનુસંધાને ગેરકાયદે હથીયાર ધરાવનાર ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના મળતા ડીવાયએસપી રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પીઆઇ આઈ.એમ. કોંઢીયાની સુચનાથી પીએસઆઇ આર બી ટાપરીયા તથા સર્વેલન્સ સ્કવોડના સ્ટાફના પો.કો. શક્તિસિંહ જાડેજા તથા ભગીરથભાઇ લોખીલની સંયુક્ત બાતમીને આધારે આરોપી સુરજભાઇ ઉર્ફે સુર્યો રમેશભાઇ બાબુભાઇ સીતાપરા, ઉ.વ.૨૫, રહે. હરીઓમ પાર્ક જુના ઘુટુ રોડ આઇટીઆઇ આગળ તા.જી.મોરબીવાળાને હાથ બનાવટનો દેશી તમંચો નંગ-૧ કિંમત રૂ.૫,૦૦૦ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.

 

આ સફળ કામગીરી પીએસઆઇ આર.બી. ટાપરીયા, પો.હે.કો. વનરાજભાઇ ચાવડા, પો.હે.કો. નરેન્દ્રભારથી ગોસ્વામી, પો.કો. રમેશભાઇ મિયાત્રા, દેવસીભાઇ મોરી, રમેશભાઇ મુંધવા, ઋતુરાજસિંહ જાડેજા સાહિતનાઓએ કરી હતી.

Related posts

*આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી તથા જય મહાકાલ સતવારા મિત્ર મંડળ -મોરબી દ્વારા દશેરા ના પર્વ નિમિતે શસ્ત્ર પુજન કાર્યક્રમ યોજાશે*

Hello Morbi

*HELLO MORBI: ગીજુભાઈ બધેકા રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ મેળવી મોરબીનું ગૌરવ વધારતા અશોકકુમાર કાંજીયા*

editor

*મોરબી ની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મેગા વેક્સિનેશન કેમ્પ યોજાયો*

Hello Morbi

Leave a Comment