
શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને આપવામાં આવી શ્રધ્ધાંજલિ
સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટનાને લીધે અમદાવાદ ખાતે ખૂબ મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા છે.આ બધાના આત્માને પરમાત્મા ચિરશાંતિ આપે તેમજ પરિવારજનોને આ કારમો આઘાત સહન કરવાની શક્તિ આપે તે માટે શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા ગુરૂવારે રાત્રે ભજનમાં મૌન પાળી,રામનામની માળા કરી સૌ મૃતકોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.તાજેતરમાં જ મૃત્યુ પામેલ જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા સાથે સંકળાયેલ સર્વ ગોવિંદભાઈ ધનાભાઇ વાઢેર,શંકુબેન નરભેરામભાઈ કાનાબાર-ભાભર, જ્યોત્સનાબેન હસમુખલાલ અખાણી, રતિલાલ બાવાલાલ ઠક્કર,હરિભાઈ કાંતિલાલ ઠક્કર -થરા સહિત સૌને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
. 360 મા ગુરૂવારે ભાયરામભાઈ વજેરામભાઈ રાજગોર પરિવારના નિવાસસ્થાને પૂજ્ય જલારામ બાપાનાં ભજન હતાં, અમદાવાદ વિમાન દુર્ઘટનાને લીધે ભજન સાદગીપૂર્ણ રીતે કરી રમવાનું બંધ રાખવામાં આવ્યું હતું.ભજન સંચાલક ભગવાનભાઈ બંધુએ ગૌસેવા માટે અપીલ કરતાં અંદાજે 1,43,000 એક લાખ તેતાલીસ હજાર રૂપિયાની ગૌસેવા એકત્ર થઇ હતી.યજમાન પરિવારનું પૂજ્ય જલારામ બાપાના મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું.આગામી ગુરૂવારના ભજન માટે શ્રીમતી શિલ્પાબેન મહેશભાઈ લખીરામભાઈ ઠક્કર પરિવાર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું.ખૂબ મોટી સંખ્યામાં સનાતન હિંદુ સમાજ ડીસાના ભાઈઓ બહેનો ભજનમાં ઉપસ્થિત રહ્યા હતા.
