• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં અજાણ્યા વાહન હડફેટે લેતા રાહદારીને ઇજા*

ઈજાગ્રસ્તના પત્નીએ અજાણ્યા વાહન ચાલક સામે નોંધાવી ફરિયાદ

મોરબી : મોરબીના ત્રીકોણ બાગ પાસે જાહેર રોડ પાસે અજાણ્યા વાહન ચાલકે રોડ ક્રોસ કરતા રાહદારીને હડફેટે લેતા તેમને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે ઈજાગ્રસ્તના પત્નીએ અજાણ્યા વાહન ચાલક સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.                         આ અકસ્માતના બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી વર્ષાબેન અતુલભાઈ કાનાણી (ઉ.વ.૩૮ ધંધો.ઘરકામ રહે. રત્નાકર એપાર્ટમેન્ટ મંગલભુવન ગેસ્ટહાઉસ રોડ મોરબી) એ અજાણ્યો વાહન ચાલક સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૨ ના રોજ રાત્રીના આશરે સાડા નવ વાગ્યા બાદ ફરીયાદીના પતિ અતુલભાઈ કાનાણી રોડ ઉપર ચાલીને જતા હતા. ત્યારે આ કામના આરોપી અજાણ્યા વાહન ચાલકે પોતાના હવાલા વાળા વાહનથી ફરિયાદીના પતિ સાથે અકસ્માત કરી શરીરે નાની મોટી ઈજાઓ કરી તથા માથામાં હેમરેજ જેવી તથા ડાબી આંખ પાસે ફેકચર જેવી ઈજાઓ કરી વાહન ચાલક નાશી છૂટ્યો હતો. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

*વાંકાનેરના કેરાળા ગામે વિકાસ લક્ષી કામોને વેગ આપતી ચૂંટાયેલી બોડી*

Hello Morbi

*HELLO MORBI NEWS:મિશન નવભારત મોરબી દ્વારા આતંકી હુમલામા અવસાન પામેલ પ્રવાસીઓના આત્માની શાંતિ અર્થે શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: બાલંભા:પોષણ ઉત્સવ ૨૦૨૫* *પોષણ માસ વાનગી હરીફાઈ નો કાર્યક્રમ યોજાયો*

editor

Leave a Comment