• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં બેન્કના કર્મચારીએ ગ્રાહકના નામે ખોટી લોન કરી નાણાં હજમ કરતા ચકચાર મચી ગઇ*

જિલ્લા પોલીસવડા, કલેકટર અને બેન્કના ઉચ્ચ અધિકારીને લેખિત અરજી

મોરબી : મોરબીમાં આવેલી ઇન્ડુસન્ડ બેન્કના કર્મચારી દ્વારા નાની વાવડી ગામે રહેતા બેન્કના ખાતેદારની જાણ બહાર રૂપિયા 99000ની ખોટી લોન કરી અલગ-અલગ તારીખે ચાર વખત નાણાં ઉપાડી લેતા આ ચોંકાવનારા બનાવ બાબતે ગ્રાહકે જિલ્લા કલેકટર,જિલ્લા પોલીસવડા અને બેન્કના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ લેખિત અરજી કરી ફરિયાદ કરતા ચકચાર જાગી છે.

 

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના નાની વાવડી ગામે રહેતા અને ઇન્ડુસન્ડ બેંકમાં ખાતું ધરાવતા કિશોરભાઈ મનજીભાઈ ઉભાડીયાએ કોઈપણ જાતની લોન લીધી ન હોવા છતાં તેમના બેન્ક ખાતામાંથી નાણાં ઉપડી જતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી અને તપાસ કરતા બેન્કના જ કર્મચારી પ્રવીણ ગોહિલે 99000 રૂપિયાની ખોટી રીતે લોન કરી હોવાનું જાણવા મળતા આ બાબતે જિલ્લા પોલીસવડા,કલેકટર અને બેન્કના ઉચ્ચ અધિકારી તેમજ મોરબી તાલુકા પોલીસ મથકમાં લેખિત અરજી કરી છે.                                                                                          વધુમાં ઇન્ડુસન્દ બેંકમાં આર.એમ તરીકે નોકરી કરતા પ્રવીણભાઈ ગોહિલે ભોગ બનનાર કિશોરભાઈ ઉભાડીયાના બેન્ક એકાઉન્ટમાંથી 24 ડિસેમ્બરના રોજ 5196.99, તા.25 જાન્યુઆરીના રોજ 4450.13 તેમજ તા.24 ફેબ્રુઆરીના રોજ 3854.36 મળી કુલ રૂપિયા 13501.48ની રકમ વિશ્વાસઘાત કરી બેન્કના ખતઆમથી ઉપાડી લીધેલ હોય બેન્ક કર્મચારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અરજી કરતા ચકચાર જાગી છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા : ટંકારા ની પ્રથમ નગરપાલિકાની ચૂંટણીમાં જંગી મતદાન*

editor

*HELLO MORBI:શ્રી રામસેવા,સમાજસેવા અને રાષ્ટ્રસેવા થકી આગવી નિજાનંદી તેમજ પ્રેરણાદાયી જીંદગી જીવતા વાંકાનેરના વિનોદરાય પ્રભુલાલ કટારીયા/ઠકકર*

editor

Farmers Protest: ખેડૂત આંદોલનના સમર્થનમાં કાલે એક દિવસ ઉપવાસ કરશે અરવિંદ કેજરીવાલ

Hello Morbi

Leave a Comment