• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં સઘન પોલીસ પેટ્રોલિંગને પગલે જાહેરમાં ધુળેટીનો રંગ ફિક્કો*ડીવાયએસપી રાધિકા ભારાઈ, ટ્રાફિક શાખા સહિત પોલીસની ૨૦ ટિમ મેદાને : બજારો પણ ખુલ્લી*

મોરબી : કોરોના મહામારીને કારણે રાજ્ય સરકારે જાહેરમાં ધુળેટી પર્વ ઉજવવા મનાઈ ફરમાવતા આજે સવારથી મોરબીમાં સઘન પોલીસ પેટ્રોલિંગ વચ્ચે ધૂળેટીનો રંગ ફિક્કો રહ્યો હતો અને લોકો એકબીજાને રંગવાથી દૂર રહ્યા હતા.    સામાન્ય રીતે મોરબીમાં હોળી – ધૂળેટીનો પર્વ ઉલ્લાસ પૂર્વક માનવવામાં આવે છે અને ધુળેટીના દિવસે જાહેર માર્ગો કાળા ડામરના રંગને બદલે રંગબેરંગી બની જતા હોય છે પરંતુ કોરોનાના કારણે ધૂળેટીની જાહેર ઉજવણી ઉપર પ્રતિબંધ મુકાતા આજે મોરબીના લોકો રંગોના તહેવારની ઉજવણીથી દૂર રહ્યા હતા અને ફક્ત નાના બાળકોએ જ રંગે રમ્યા હતા.                                                              બીજી તરફ મોરબીમાં જાહેરમાં લોકો ધૂળેટીની ઉજવણી ન કરે તે માટે જિલ્લા પોલીસવડા એસ.આર.ઓડેદરાએ ૨૦ થી વધુ અલગ – અલગ ટીમોને બંદોબસ્તની જવાબદારી સોંપતા આજે સવારથી ડીવાયએસપી રાધિકા ભારાઈ, ટ્રાફિક શાખા સહિત પોલીસની ૨૦ ટિમ મેદાને રહી હતી અને વાહનોનું ચેકીંગ કરવાની સાથે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર નજર રાખી હતી.                    ઉલ્લેખનીય છે કે દર વર્ષે ધુળેટીના તહેવારને કારણે મોરબીની બજાર સંપૂર્ણ બંધ રહે છે પરંતુ આજે ધૂળેટીની ઉજવણી ઉપર પ્રતિબંધ મુકાયો હોય મોટાભાગની બજારો રાબેતા મુજબ ખુલ્લી રહી હતી.

Related posts

*વાંકાનેર તાલુકાના રાણેકપર ગામ પંચાયત ના મહિલા સરપંચ દ્વારા માનવતાની મહેક મહેકી ઉઠી*

Hello Morbi

*હળવદ સરકારી દવાખાના ખાતે કોવિડ વેક્સિન નો ડોઝ ધારાસભ્ય પરસોતમભાઈ એ લીધો*

Hello Morbi

*મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

Hello Morbi

Leave a Comment