• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી નગર દરવાજા ના ચોકમાં ભરાતી શાક માર્કેટ અન્યત્ર જગ્યા એ ખસેડવા જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત*

પ્રતિ શ્રી,

જીલ્લા કલેક્ટર શ્રી,

મોરબી જીલ્લો,

મોરબી.

 

વિષય- મોરબી શહેર મા વધતા કોરોના ના કેસ નુ એપી સેન્ટર નગર દરવાજા ના ચોક મા સવારે ભરાતી શાક માર્કેટ તાત્કાલીક અન્યત્ર ખસેડવા અંગે

 

માનનિય સાહેબ શ્રી,

જય ભારત સાથ જણાવવા નુ કે મોરબી જીલ્લા મા દીન પ્રતિદીન કોરોના નુ સંક્રમણ તેમજ મૃત્યુ આંક વધી રહ્યો છે ત્યારે મોરબી શહેર ના હાર્દસમા વિસ્તાર નગરદરવાજા ના ચોક મા દરરોજ સવારે શાક માર્કેટ ભરાય છે જેમા બહોળી સંખ્યા મા લોકો ખરીદી કરવા માટે એકત્રિત થાય છે જ્યાં સોશિયલ ડીસટન્સિંગ નો સંદતર અભાવ જોવા મળી રહ્યો છે જે જન આરોગ્ય સામે ગંભીર ખતરારૂપ છે.

થોડા મહીનાઓ પહેલા સરદાર બાગ સામે શાક માર્કેટ તંત્ર દ્વારા ખસેડવા મા આવી હતી પરંતુ શાળા-કોલેજો શરૂ થતા ત્યા ભરાતી માર્કેટ બંધ કરવા મા આવી હતી. નગર દરવાજા ના ચોક મા બહોળી જનસંખ્યા ભેગી થતી હોય તેમજ સરકારી ગાઈડલાઈન્સ નો ઉલાળીયો થતો હોય તેવો ઘાટ સર્જાયો છે. ત્યાંના દુકાનદારોમાં કોરોનાને લઇને ભયનું વાતાવરણ હોય નગર દરવાજે વહેલી સવારથી નવ વાગ્યા સુધી ભરાતી શાક માર્કેટને લોકોના બહોળા હિતને ધ્યાનમાં રાખીને અન્યત્ર ખુલ્લી વિશાળ જગ્યાએ (કાયમી ધોરણે) ખસેડવા ત્યાંના વેપારીઓની પણ માંગ છે.શાક માર્કેટને લીધે મોરબીના ધરેણા સમાન નગર દરવાજા ચોકની ગરીમા ઝંખવાય છે તેમજ સીટીના મેઇન ચોકમાં ગંદકી અને દબાણને લીધે પાર્કીંગ પ્રોબલેમ રહેતી હોય ટ્રાફીક પ્રશ્ન નિવારવા માટે નગર દરવાજા ચોકમાં સવારે ભરાતી શાક માર્કેટનું અન્યત્ર સ્થાનાંતર કરવુ અનિવાર્ય છે. શાક ભાજી વેંચતા લોકો સામાન્ય ગરીબ અથવા મધ્યમ વર્ગીય પરિવાર માંથી આવતા હોય છે, તેમને કોરોના નુ સંક્રમણ થતા તેમના પરિવાર પર આભ તુટી પડે છે.ત્યારે ગરીબ તેમજ સામાન્ય લોકો ના આરોગ્ય ની રક્ષા માટે તેમજ કોરોના ના સંક્રમણ ને અટકાવવા માટે નગર દરવાજા ના ચોક મા ભરાતી શાક માર્કેટ ને એવી જગ્યા એ તાત્કાલીક સ્થળાંતરિત કરવા મા આવે જ્યા સોશિયલ ડીસટન્સિંગ જળવાઈ રહે તેમજ સરકારી તમામ ગાઈડલાઈન્સ નુ યોગ્ય પાલન થાય તે અંગે યોગ્ય વ્યવસ્થા તાત્કાલીક કરવા વિનંતી.

 

લી.

નિર્મિત કક્કડ

જાગૃત નાગરિક

મોરબી.

Related posts

*HELLO MORBI:ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડતી* *મોરબી તાલુકા પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ચાલો વાંકાનેર ચાલો વાંકાનેર ચાલો વાંકાનેર* *દમ મદાર બેડા પાર દમ મદાર બેડા પર દમ મદાર બેડા પાર*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે લોહાણા જ્ઞાતિ ના લગ્ન ઉત્સુક યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક શ્રી જલારામ વેવિશાળ માહિતી કેન્દ્ર રવિવાર થી શરૂ*

editor

Leave a Comment