• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગર જિલ્લા કોંગ્રેસ સુપ્રીમો જીવણભાઈ કુંભરવાડીયા ના અધ્યક્ષ સ્થાને જોડીયા ખાતે જન ચેતના આંદોલન કાર્યક્રમ યોજાયો*

આજરોજ તારીખ ૦૯/૦૭/૨૧ ને શુક્રવાર ના રોજ જોડીયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા *જન ચેતના આંદોલન* નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાયૅક્રમ માં જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના માનનીય અધ્યક્ષશ્રી જીવણભાઈ કુંભરવાડીયા સાહેબ ની અધ્યક્ષતા હેઠળ રાખવામાં આવ્યો હતો.

સૌ પ્રથમ *વંદેમાતરમ્ ગીત* થી કાયૅક્રમ ચાલુ કરેલ ત્યાર બાદ *કોરોના મહામારી* માં મૃતકોના માનમાં મૌન રાખી *શ્રધ્ધાંજલિ* અર્પણ કરવા આવી હતી, ત્યારબાદ *વડીલ વંદના* કાર્યક્રમ માં કૉંગ્રેસ પાર્ટી ના સંગઠન માં કામ કર્યું હોય અથવા ચુંટણી લડેલા હોઈ તેવા વરિષ્ઠ આગેવાનો નું સન્માન કરવામાં આવ્યું હતું

આ કાયૅક્રમ માં જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના માનનીય અધ્યક્ષશ્રી જીવણભાઈ કુંભરવાડીયા સાહેબ તથા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિ શ્રી ભીખુભાઈ વારોતરીયા તથા AICC નાં મેમ્બર શ્રીમતી શહેનાઝબેન બાબી તથા તથા કાલાવડ-૭૬ નાં ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ મુછડીયા તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિશાન સેલ નાં વાઇસ ચેરમેન શ્રી કણૅદેવસિહ જાડેજા તથા રાજીવગાંધી પંચાયતીરાજ ના સેક્રેટરી શ્રી કે.ડી.બાવરવા તથા જામનગર જીલ્લા પંચાયત ના વિરોધ પક્ષના નેતા શ્રી જે.પી.મારવીયા તથા જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી (સંગઠન) શ્રી કે.પી.બથવાર તથા જોડીયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી મનોજભાઈ ભીમાણી તથા જોડીયા તાલુકા પંચાયત ના પ્રમુખશ્રી નાથાભાઈ સાવરીયા તથા જોડીયા તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી અમરશીભાઈ ઝાલા તથા ધ્રોલ શહેર કોંગ્રેસ સમિતિ ના પૂર્વ મહામંત્રી રજનીભાઇ ટંકારીયા તથા તિકુભાઈ વઘેરા તથા કોંગ્રેસ આગેવાન શ્રી મગનભાઈ કાનાણી તથા તથા કરમણભાઈ ભીમાણી તથા જોડીયા ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી અશોકભાઈ વમૉ તથા પુજાબેન જાડેજા તથા નસિમબેન તથા શિરીનબેન તથા જોડીયા તાલુકા કોંગ્રેસ સમિતિના દરેક હોદેદારો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આવેલ દરેક હોદેદારો અને કાર્યકરો એ આ ભારતીય જનતા પાર્ટીના અણઘડ વહીવટના લીધે પેટ્રોલ અને ડીઝલ નાં ભાવ વધારા તથા રાધંણ ગેસ સહીતના જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓમાં ભાવ વધારા નાં વિરોધ માં જોડીયા તાલુકા કોંગ્રેસ દ્વારા જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના માનનીય અધ્યક્ષશ્રી જીવણભાઈ કુંભરવાડીયા સાહેબની અધ્યક્ષસ્થાને *રેલી* યોજી અને વિવિધ બેનરો સાથે સુત્રોચ્ચાર કરી ને આ ભ્રષ્ટાચા‌રી ભાજપ સરકાર ની નિતિ નિયમો ને ઢંઢોળવા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને જોડીયા ગામમાં મેલડી માતાજી મંદિર સુધી મેલડી માતાજીના મંદિરે પ્રાર્થના કરી ને આ ભ્રષ્ટાચા‌રી સરકાર ને સદ્બુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી.ત્યારબાદ પ્રદેશ કોંગ્રેસ સમિતિના દ્વારા આપેલા *ઠરાવો* ને વાંચીને દરેક હોદેદારો અને કાર્યકરો નું સમર્થન મળ્યું હતું અને ત્યારબાદ જોડીયા તાલુકા કોંગ્રેસ સમિતિની *વિસ્તૃત કારોબારી* ની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાયૅક્રમ નું સંચાલન ધ્રોલ શહેર કોંગ્રેસ સમિતિ ના પૂર્વ મહામંત્રી રજનીભાઇ ટંકારીયા એ કરેલ હતું અને સંકલન જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી (સંગઠન) કે.પી.બથવારે કરેલ હતું.

 

 

*જીવણભાઈ કુંભરવાડીયા*

*પ્રમુખ*

*જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિ*

Related posts

*HELLO MORBI:હળવદ પો.સ્ટે.ના ખનીજચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ મોરબી*

editor

*HELLO MORBI:જુનાઘટિલા: વિખ્યાત દૂધેશ્વર મહાદેવ મંદિર ખાતે અમાસ નો લોકમેળો યોજાશે:આયોજકો દ્વારા જાહેર નિમંત્રણ*

editor

*HELLO MORBI:ઓફિસ અને ઘર ની સજાવટ માટે:આધુનિક અને આકર્ષિત પીવીસી નુ ફર્નિચર બનાવવા માટે “કેયા પીવિસી ફર્નિચર” (સૂરેશ ગજ્જર નો સંપર્ક કરો)*

editor

Leave a Comment