• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં મોટર સાયકલ વાહન માટેની GJ-36 AD નવી સીરીઝ શરૂ થશે* *પસંદગીના નંબર ઓનલાઇન ઇ-ઓકશનથી ફાળવવામાં આવશે*

મોરબી જિલ્લામાં મોટર સાયકલ વાહન માટેની સીરીજ GJ-36-AD ૦૦૦૧ થી ૯૯૯૯ ની પસંદગીના નંબર તા.૧૬/૦૭/૨૦૨૧ થી ઓનલાઇન ઇ-ઓકશનથી ફાળવવામાં આવશે.

 

ટુ વ્હીલર પ્રકારના વાહનો માટે પસંદગી નંબર મેળવવા માટે નિયત ફી રૂા.૨૦૦૦/- તથા ગોલ્ડન નંબરની ઓછામાં ઓછી ફી રૂા.૮૦૦૦/- તથા સીલ્વર નંબરની ઓછામાં ઓછી ફી રૂા.૩૫૦૦/- સરકાર દ્વારા નકકી કરેલ છે. પસંદગી નંબર માટે અરજી જે વાહનોનો ટેક્ષ/કર મોરબીએ આર.ટી.ઓ કચેરી ખાતે ભરપાઇ કરવામાં આવેલ હોય અને નોંધણી માટે અધિકારીની સહી થયેલ હોય તેવા જ ફોર્મને પસંદગી નંબર માટે ધ્યાને લેવામાં આવશે.

 

પસંદગીના નંબરો મેળવવા માટે તા.૧૬/૦૭/૨૦૨૧ તા.૨૯/૦૭/૨૦૨૧ સુધી https://parivahan.gov.in/fancy/ પર ઓનલાઇન અરજી કરી શકશે તથા તા.૩૦/૦૭/૨૦૨૧ ના રોજ સવારે ૦૯:૦૦ થી તા.૩૧/૦૭/૨૦૨૧ ના રોજ ૧૬:૦૦ કલાક સુધી ઓનલાઇન ઇ-ઓક્શન ખુલ્લુ રહેશે અને તા.૩૧/૦૭/૨૦૨૧ ના રોજ ૧૭:૦૦ કલાકે કોમ્પ્યુટર દ્વારા જનરેટ થયેલ ઇ-ઓક્શનનું પરિણામ નોટીસ બોર્ડ તેમજ પરીવહન સાઇટ પર ઓનલાઇન પણ જોઇ શકાશે.

 

ઇ-ઓક્શન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સફળ અરજદારોએ ભરવા પાત્ર થતી રકમનું પાંચ દિવસમાં ઇ-પેમેન્ટથી ભરવા મોરબી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*ડીસા જલારામ મંદિરે વિવિધ સેવાકીય સંસ્થાઓના આગેવાનોએ લીધો પ્રસાદનો લાભ*

Hello Morbi

*HELLO MORBI: અમદાવાદના માંડલ ગામે સંગીતમય શૈલીમાં શ્રી રામચરિત માનસ જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું*

editor

*જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા રંગેચંગે યોજાયો 211 મો મહા ભજનોત્સવ*

Hello Morbi

Leave a Comment