• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી જિલ્લાના ખેડૂતોને પાણીના ટાંકા બનાવવા તેમજ સ્માર્ટફોનની ખરીદી પર સહાય મેળવવા માટે આઇ ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકાયું*

મોરબી જિલ્લાના ખેડુતોને ખેતીવાડી વિભાગની વિવિધ સહાય યોજનાઓના લાભ ઘરઆંગણે સરળતાથી ઉપલબ્ધ થાય તેવા શુભ આશય સાથે www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ મારફતે વર્ષ ૨૦૨૩-૨૪ માટે સહાય અરજીઓ મેળવવાની થાય છે. રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતાની પાણીના ટાંકા બનાવવા સહાય અને સ્માર્ટફોનની ખરીદી પર સહાય યોજનાનો મહત્તમ લાભ મળી રહે તેવા આશયથી રાજ્ય સરકારશ્રીએ સને ૨૦૨૩-૨૪ માટે આઇ ખેડુત પોર્ટલ હાલ ખુલ્લુ મૂકવામાં આવ્યું છે જેના પર ખેડુતો ઓનલાઇન અરજી કરી શકશે.
આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે સુધારો કરી લક્ષ્યાંકની ૧૧૦% મર્યાદામાં અરજીઓ ઓનલાઇન થાય તે મુજબ નક્કી થયેલ છે. જેને ધ્યાને લઇ રાજ્યના તમામ ખેડુતોને આ ઘટકોમાં સહાય મેળવવા માટે વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઇન અરજી કરી, અરજીની નકલ પોતાની પાસે રાખવાની થાય છે. પૂર્વ મંજુરી મળ્યેથી અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજ સબંધિત કચેરીએ મોકલવાના રહેશે.
વધુમાં અન્ય ખેતીવાડીની સહાયકારી યોજનાઓના ઘટકો માટે સમયાંતરે સરકારશ્રી માંથી વહીવટી મંજૂરી મળ્યેથી આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા માટે પોર્ટલ ખોલવામાં આવશે. જેની નોંધ લેવા મોરબી જિલ્લાના ખેડૂતમિત્રોને મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી વિક્રમસિંહ ચૌહાણની યાદીમાં જણાવાયું છે.

Related posts

નવેમ્બરથી અત્યાર સુધીના 35 દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભાડકો, જાણો કેટલા વધારો ઝીંકાયો

Hello Morbi

*રવાપર સરપંચ શ્રી નીતિન ભાઈ ભટાસણા તથા તમામ સદસ્યો તરફથી હાર્દિક આમંત્રણ છે*

Hello Morbi

*વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ના મહિલા સરપંચ રહીમાબેન મહેબુબભાઇ કડીવાર કોંગ્રેસમાં ટિકિટ ન મળતાં અપક્ષ માં ફોર્મ ભર્યું!!!*

Hello Morbi

Leave a Comment