• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી શાખા ભારત વિકાસ પરિષદ દ્વારા નાની વાવડી ખાતે વૃક્ષા રોપણ નો કાર્યક્રમ યોજાયો*

અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓથી જાણીતી ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા સ્વ. નિરજ વિનોદભાઈ મકવાણા ની દ્વિતીય પુણ્યતિથિ નિમિતે સેવા પ્રકલ્પોનું નાની વાવડી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમા નાની વાવડી કુમાર પ્રા.શાળા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ તથા શાળા માં બનાવવા માં આવેલ સ્ટેજ( મંચ ) નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

 

આ દ્વિવિધ કાર્યક્રમ માં જિલ્લા પંચાયત ના કારોબારી અધ્યક્ષ જયંતિભાઈ પડસુંબિયા ,તાલુકા પંચાયત ના સદસ્ય પરેશભાઈ રૂપાલા,

બી આર.સી કોર્ડીનેટર ચિરાગભાઈ આદ્રોજા, SSA ટીચર ટ્રેનર પ્રવિણભાઈ ભોરણિયા,સી.આર.સી કોર્ડીનેટર રમેશભાઈ કાલરીયા, નાની વાવડી ગામ ના સરપંચ જયંતિભાઈ એમ પડસુંબિયા, રાજેશભાઈ ઘોડાસરા તથા મોરબી જિલ્લા શિક્ષક સંઘ ના મહામંત્રી દિનેશભાઈ હુંબલ, HTAT મુખ્ય શિક્ષક સંઘ ના પ્રમુખ મુકેશભાઈ મારવાણીયા,તથા ભારત વિકાસ પરિષદ મોરબી શાખા ના પ્રમુખ ડો.જયેશભાઈ પનારા, શાખા સ્થાપક પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી, સંગઠન મંત્રી દિલીપભાઈ પરમાર ,ઉપપ્રમુખ

ડો મનુભાઈ કૈલા,હરેશભાઈ બોપલિયા,મંત્રી શ્રી અશ્વિનભાઈ રાઠોડ, મોરબી વોર્ડ નંબર -9 ના કાઉન્સિલર જયંતીભાઈ વિડજા, મગનભાઈ અઘરા, હરદેવભાઈ ડાંગર , રમેશભાઈ છૈયા, પ્રજ્ઞાબેન જેઠલોજા તથા હરેશભાઈ ગોહેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ મહેમાનો એ સ્વ.નીરવ ને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી આપી હતી.ઉપસ્થિત મહેમાનો નું પુસ્તક તથા દાતા પરિવારનું મોમેન્ટો આપી ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લા ના ટંકારા ની આર્ય સ્કૂલમાં ઇનોવેશન ફેર ઉજવાયો*

Hello Morbi

GST increase for phones from 12% to 18% will crumble the industry: Xiaomi India MD

Admin

*જોડિયા તાલુકા ભાજપ ટીમ દ્વારા જીરાગઢ ગામ ખાતે ભગવાન સ્વામિનારાયણ મંદિરે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

Hello Morbi

Leave a Comment