• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત જોડિયા તાલુકાનો વર્કશોપ યોજાયો*

આજ રોજ જોડિયા બી.આર.સી.ભવન ખાતે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શાળાઓના બાળકોને વિશ્વ કક્ષાની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સજ્જ કરવા તેમજ શૈક્ષણિક ગુણવત્તામાં વધારો કરવા તેમજ ભૌતિક સુવિધાઓથી સજ્જ કરી બાળકોનું નામાંકન અને સ્થાયીકરણ વધારવાના શિક્ષણ સચિવ શ્રી ડૉ. વિનોદ રાવ સાહેબના વિઝન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ ને સાકાર કરવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી બી.એન.દવે સાહેબના માર્ગદર્શન હેઠળ સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત પ્રથમ 200 દિવસ માટે પસંદ થયેલ શ્રી લક્ષ્મીપરા તાલુકા શાળા નં. 2 અને શ્રી કેશિયા તાલુકા શાળાના તમામ શિક્ષકોની મીટીંગ યોજવામાં આવી. જેમાં બી.આર.સી. કો. ઓ. આશિષકુમાર રામાનુજ દ્વારા વિસ્તારપૂર્વક સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ વિશે વિડિયો અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. શિક્ષણ વિભાગનો ખૂબ મહત્વનો સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ શા માટે અમલીકરણ કરવાનો છે અને તેના દ્વારા આવનારા સમયમાં ગુજરાતના શિક્ષણ જગતમાં શું ફેરફારો થશે તે વિશે વિસ્તારપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું. ત્યારબાદ એસ.આઈ. જશુભાઈ પ્રજાપતિ દ્વારા ગુણોત્સવ ૨.૦ ના તમામ ક્ષેત્રો અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. આમ જોડિયા તાલુકાની પ્રથમ 200 દિવસ માટેની સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ માં સમાવેશ કરેલ બંને શાળાના તમામ શિક્ષક મિત્રો અને આચાર્યશ્રીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ છે….

શરદ એમ.રાવલ.. હડિયાણા..

Related posts

*HELLO MORBI:મોરબી સીટી એ ડીવી. પોલીસ સ્ટેશનના ગુનાના આરોપીને શોધી કાઢી ધરપકડ કરતી મોરબી તાલુકા પોલીસ*

editor

*મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય નું ઉદઘાટન સાંસદ મોહનભાઈ કુંડારિયા ના વરદ હસ્તે કરવામાં આવ્યું*

Hello Morbi

સૂલતાનપુર શાળા માં વેશભૂષા સાથે સરળ શિક્ષણ અપાયું

Hello Morbi

Leave a Comment