• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયાના દુધઈ ગામે નવા નગર પ્રાથમિક શાળા ખાતે સંવેદના દિનની ઉજવણી કરાઈ*

મીડિયા સેલ કન્વીનર

 

શરદ એમ.રાવલ..હડિયાણા..આજ રોજ તા. 02/08/2021 ના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જામદુધઇ ગામે નવાપરા પ્રા. શાળામાં સંવેદનાદિન ઉજવણી કાર્યક્રમ ( સેવાસેતુ કાર્યક્રમ 2021) નું આયોજન કરવામાં આવ્યુ. જેમાં જિલ્લા અને તાલુકાના પદાધિકારીશ્રી જોડિયા APMC ચેરમેનશ્રી જીવણસંગભાઈ પરમાર, જિ.પં. સદસ્યશ્રી ચંદ્રિકાબેન અઘેરા, જેઠાલાલભાઈ અઘેરા, બાબુભાઈ હિંગળા, તા.પં. પ્રમુખશ્રી નાથાભાઈ સાવરીયા, ઉપપ્રમુખશ્રી ઘનશ્યામભાઈ રાઠોડ ,જોડિયા તાલુકા ભાજપ ઉપ.પ્રમુખ શ્રી કિશોરભાઈ મઢવી. ગીરધરભાઈ ગાંભવા એ હાજરી આપેલ. અધિકારશ્રીઓમાં પ્રાંત અધિકારશ્રી ડોબરીયા સાહેબ, મામલતદારશ્રી જોડિયા સરપદડિયા સાહેબ, તા.વિ.અ.શ્રી જોડિયા માધુરીબેન પટેલ. જોડિયા તાલુકા હેલ્થ ઓફિસર ડો.અલ્તાફ મલેક.PGVCL જોડિયા દુધાગરા સાહેબ. પંડ્યા સાહેબ.પશુ આરોગ્ય ડો.ખીમાણિયા સાહેબ. ફોરેસ્ટ વિભાગ. એસ.ટી.વિભાગ. તેમજ તાલુકા જિલ્લાના તમામ વિભાગના અધિકારશ્રીઓ એ હાજરી આપેલ. કાર્યક્રમનો પ્રારંભ આપણી સાંસ્કૃતિક પરંપરા પ્રમાણે અતિથિઓના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય થી કરવામાં આવ્યો. ત્યારબાદ મુખ્યમંત્રી બાળસેવા યોજના અંતર્ગત લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું. અધિકારશ્રીઓ દ્વારા સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તલાટી મંત્રીશ્રી આર.ડી. જાડેજા સાહેબ, જામદુધઈ તા.શા. શિક્ષકશ્રી હર્ષદભાઈ કુબાવત, નવાપરા પ્રા. શાળા આચાર્યશ્રી ડી.વી.ગાંભવા દ્વારા કરવામાં આવ્યુ હતું. તેમજ ગામના આગેવાનશ્રી ગીરધરભાઈ ગાંભવા દ્વારા તમામ વ્યવસ્થા સંભાળી કાર્યક્રમને સફળ બનાવવામાં મદદ કરવામાં આવી. સમગ્ર દિવસ દરમિયાન દરેક લાભાર્થીઓના કામ સ્થળ પર જ પૂર્ણ કરવામાં આવ્યા અને આનંદ ઉલ્લાસ સાથે કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો….

જોડિયા તાલુકા ભાજપ

 

Related posts

*મોરબી જીલ્લામાં મળી આવેલ બે સગા ભાઈ બહેનના પરિવારને શોઘી બાળકોનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્* *મોરબી જીલ્લામાં બાળ સુરક્ષા એકમની ટીમ અને પોલીસ વિભાગના સધન અને સતત પ્રયાસથી બાળકોના માતા પરિવારને શોધી સોંપવામાં આવ્યા*

Hello Morbi

*HELLO MORBI:સંભવિત બિપરજોય વાવાઝોડાના સંકટ દરમિયાન માળીયા તાલુકા ના સરવડ પ્રા.આ.કેન્દ્ર ખાતે સગર્ભા બહેનની સફળતાપૂર્વક ડિલિવરી કરાવવામાં આવી*

editor

*કાલાવાડના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ મુસડીયા દ્વારા મારું બુથ મારૂ ગૌરવ ના કાર્યક્રમને સફળ બનાવવા જન જન સુધી પહોંચ્યા*

Hello Morbi

Leave a Comment