• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૩૦૨ દર્દીઓએ લાભ લીધો , ૧૧૩ લોકો ના આવતીકાલે વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન*

*પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ની પ્રેરક ઉપસ્થિતી મા નિ:શુલ્ક નેત્રયજ્ઞ નો મોરબી જલારામ મંદિર ખાતે શુભારંભ*

 

*દર મહીના ની ૪ તારીખે મોરબી જલારામ મંદિર ખાતે કેમ્પ યોજાશે*

 

સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત તા.૪-૮-૨૦૨૧ બુધવાર ના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા ૩૦૨ દર્દીઓએ કેમ્પ નો લાભ લીધો હતો તે ઉપરાંત ૧૧૩ લોકો ના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન આવતીકાલે કરવા મા આવશે.શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે આવતીકાલે વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે.

કેમ્પ ને સફળ બનાવવા શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના આગેવાનો એ જહેમત ઉઠાવી હતી. હવે થી દર મહીના ની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પ નો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યતા નથી. કેમ્પ મા તપાસ માટે દર્દી નુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. હવે પછી કેમ્પ નો લાભ લેવા માટે આગામી તા. ૪-૯-૨૦૨૧ ના રોજ સવારે ૯ થી ૧ દરમિયાન શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, મોરબી ખાતે ઉપસ્થિત રહેવુ. વધુ માહીતી માટે શ્રી ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, શ્રી હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, શ્રી નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદી મા જણાવ્યુ છે.

 

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ-શ્રી જલારામ સેવા મંડળ

મંત્રી-આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ

Related posts

*ટંકારા પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ : લોકોને ગાઈડલાઇનનું પાલન કરવાની સૂચના*

Hello Morbi

COVID-19 VACCINE NEWS: હોળી પહેલા આવી જશે કોરોના વેક્સિન, સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનને વિશ્વાસ

Hello Morbi

*ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સંલગ્ન વિદ્યાનિકેતન કેન્દ્ર તરીકે માન્યતા મેળવનાર જામનગર જિલ્લાની સૌપ્રથમ અને એકમાત્ર સરકારી પ્રાથમિક શાળાનું ગૌરવ મેળવતી શ્રી હડિયાણા કન્યા શાળા*

Hello Morbi

Leave a Comment