• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં ધોળા દિવસે ચાલુ રહેતી સ્ટ્રીટ લાઇટો, હેલોઝન બંધ કરવા રજૂઆત*

તા. 17 સપ્ટેમ્બરે આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ના 71 માં જન્મદિવસની ઉજવણી દેશભરમાં યજ્ઞ વગેરે કાર્યક્રમો કરીને કરવામાં આવી. આપણા વડાપ્રધાન ઊર્જા બચત માટે તથા આપણા દેશને અગ્રેસર તેમજ વિશ્વ ગુરુ બનાવવા હંમેશા કાર્યશીલ છે. તેની વચ્ચે મોરબીમાં તા. 18 તથા 19 સપ્ટેમ્બર ના દિવસોમાં રવાપર રોડ – શનાળા રોડ ઉપરની સોસાયટી વિસ્તારમાં ધોળા દિવસે સ્ટ્રીટ લાઈટો ચાલુ હતી. અને કેટલાય દિવસોથી લાઈટો ચાલુ ચાલુ જ હોય છે જેના સમાચાર દૈનિક પેપર માં અગાઉ પણ પ્રસિદ્ધ થયેલ છે. તથા સામાકાંઠે જવાના મયુર પુલ ઉપરની લાઈટો

તથા તેની નીચેના બેઠા પુલ ઉપરની હેલોઝન લાઈટો બપોર થવા છતાં બંધ કરવામાં ન આવતા ઉર્જાનો તથા લોકોના પરસેવાની કમાણીમાંથી ભરતા ટેક્સના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે. તેવું પ્રતીત થાય છે. આથી આ ઉર્જા તથા આર્થિક વ્યય અટકાવવા સમયસર લાઈટો ચાલુ અને બંધ કરવા માટે, જેતે કર્મચારીઓ ને જરૂરી સૂચના આપવા અને તે અંગેનું પાલન કરાવવા મોરબીના ચીફ ઓફિસર, રોશની વિભાગના ચેરમેન, નગરપાલિકાના તમામ કોર્પોરેટરો, PGVCL ના એક્ઝીક્યુટીવ એન્જિનિયર, તથા મોરબી – માળીયા ના ધારાસભ્યને મોરબીના નાગરિકો દ્વારા

રજૂઆત કરવામાં આવી છે.

Related posts

*HELLO MORBI NEWS:અણીયારી ટોલનાકાથી ભારતીય બનાવટી ઇગ્લીશ દારૂ પકડી પાડતી માળીયા મીંયાણા પોલીસ*

editor

*HELLO MORBI: સી.એ. ફાઈનલ ની પરિક્ષા પાસ કરતા અંકિત દેવેન્દ્રભાઈ હિરાણી ને સન્માનિત કરતા મોરબી લોહાણા સમાજ ના અગ્રણીઓ*

editor

*જોડિયા ના દુધઈ ગામે ગાંભવા પરિવાર ને ત્યાં સુપુત્રી ઓ ના વિવાહ યોજાયા*

Hello Morbi

Leave a Comment