• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*યાત્રાધામ અંબાજી ખાતે સમગ્ર ગુજરાતના રાવળ સમાજ એ ધજા ચડાવી હતી*

રીપોર્ટર વિનય સીકરવાર અંબાજી

આજરોજ યાત્રાધામ અંબાજી ખાતે સમગ્ર રાવળ સમાજ એકત્રિત થઈને ધજા ચડાવવા નું આયોજન રાખવામાં આવ્યું હતું.

 

અંબાજી ખાતે આવેલું દાંતા રોડ ઉપર ગણેશ મંદિર થી 51 ડાકલા સાથે અને ધજા સાથે અંબાજીના મંદિરના શિખર ઉપર ધજા ચઢાવી હતી.

 

 

અંબાજી દાંતા માર્ગ પર આવેલા ગણેશ મંદીર થી ગુજરાતભર થી આવેલા સમાજના ભાઈઓ અને બહેનો હાથમા ધજા લઈને ઢોલ વગાડતા વગાડતા અંબાજી મંદિર ખાતે પ્રસ્થાન કર્યું હતું અને ત્યારબાદ અંબાજી મંદિર ખાતે ધજા ચઢાવવામાં આવી હતી. રાવળ યોગી સમાજના લોકો 51 ડાકલા ના નાદ સાથે માતાજીની આરાધના અને વંદન કરી અંબાજી મંદિર ખાતે પહોંચી ધજા ચઢાવી હતી. રાકેશ ડાંગીયા, રમેશ ગોહિલ, સાગર પુરબીયા, વિષ્ણું ભાઈ ( વાંસા) સહીત ના લોકો પણ જોડાયાં હતાં. અંબાજી મંદિર ખાતે જીઆઇએસએફએસ મા ફરજ બજાવતા મિલન યોગીરાજ પણ સેવા કરતા જૉવા મળ્યાં હતા. અંબાજી રાવળ સમાજ સાથે ગુજરાતભરનો રાવળ સમાજ જોડાયો હતો. અંબાજી મંદિર ખાતે ધજા ચઢાવવાનું મુખ્ય આયોજન સમાજની એક્તા જળવાય અને કોરોના થી દેશમુક્ત થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી

 

 

સમગ્ર ગુજરાતના રાવળ સમાજ એ એક અંબાજી ખાતે આયોજન રાખ્યું હતું. તે આયોજનમાં સમગ્ર ગુજરાતના રાવળ સમાજ મોટી સંખ્યામાં અંબાજી ખાતે એકત્રિત થઈને બોલ મારી અંબે જય જય અંબેના ગો સાથે અને 51ડાકલાના 51 અવાજ સાથે અંબાજી મંદિર ઉપર ધજા ચડાવી હતી..

 

દર વર્ષે તો ડાકલા વગર ધજા ચડાવતા હતા પણ આ વર્ષે તેમની પરંપરા જળવાઈ રહે અને નવી પેઢીને ખબર રહે કે આપણી પરંપરા ડાકલા થી શરૂઆત થાય છે તે માટે આ વર્ષે ડેકલા દ્વારા ધજા ચડાવવામાં આવી હતી…

 

Related posts

*મોરબીમાં કોહિનૂર અરમાન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિરાધાર વિધવા બહેનોને ખાધસામગ્રી ઉચિત વિતરણ કરાઈ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જન્મદીન ની ઉજવણી કરતા મોરબી લોહાણા સમાજ ના પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી*

editor

*રાજકોટ રંગીલા શહેરમાં ગંદકીના ગંજ સ્વચ્છતા ની પોલ ખોલી!!!*

Hello Morbi

Leave a Comment