• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મૌલાના મોહમ્મદ કલીમ સિદ્દીકી અને અન્ય ઉલેમા સાહબો અને નિર્દોષ લોકોને તત્કાલ મુક્ત કરવા રજૂઆત સાથે દેખાવ પ્રદર્શન કરાયું!*

*અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન*

અમદાવાદ: તારીખ 04/10/2021ને સોમવારે AIMIM પક્ષનાં ગુજરાત પ્રદેશ પ્રમુખ જનાબ સાબીરભાઈ કાબલીવાલા નાં આદેશ થી અમદાવાદ શહેર પ્રમુખ એડ્વોકેટ શમશાદ પઠાણની આગેવાનીમાં મૌલાના મોહમ્મદ કલીમ સિદ્દીકી ની ધરપકડનાં વિરોધમાં કલેક્ટર કચેરી ખાતે દેખાવ કરી સૂત્રોચ્ચાર કરી કલેકટર શ્રી ને આવેદન પત્ર આપેલ અને માંગણી કરવામાં આવી કે, મૌલાના મોહમ્મદ કલીમ સિદ્દીકી અને અન્ય ઉલેમા સાહબો અને નિર્દોષ લોકોને તત્કાલ મુક્ત કરવામાં આવે અને રાજ્યોમાં ચાલતાં બંધારણ વિરોધી કાયદાઓને રદ કરવામાં આવે.

આ પ્રસંગે AIMIM પક્ષનાં અમદાવાદ શહેર પ્રમુખ એડ્વોકેટ શમશાદ પઠાણ,જુનાગઢ જિલ્લાના પ્રમુખ સુલેમાન પટેલ, ગુજરાતનાં નિરીક્ષકો, અમદાવાદ શહેર મહિલા પ્રમુખ, મહામંત્રીઓ, મંત્રીઓ, સહમંત્રીઓ, મીડિયા ઇન્ચાર્જ, અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશન નાં કોર્પોરેટરશ્રીઓ રફીકભાઈ શેખ, મુસ્તાકભાઈ ખાદીવાલા, બિનાબેન પરમાર, અફસાનાબાનું ચિસ્તી અને ઝેનબબેન શેખ, વિધાનસભા પ્રમુખશ્રી, તમામ વોર્ડનાં વોર્ડ પ્રમુખશ્રીઓ તેમજ તેમના હોદ્દેદારો હાજર રહ્યા હતા તેમ જૂનાગઢ જિલ્લા પ્રમુખ સુલેમાનભાઈ પટેલ એ જણાવ્યું હતું

Related posts

*HELLO MORBI:તપોવન વિદ્યાલય મોરબી ખાતે ધોરણ – 10 અને 12 નાં બોર્ડના વિદ્યાર્થી માટે પરીક્ષાલક્ષી માર્ગદર્શન સેમિનાર યોજાયો*

editor

*23 માર્ચ-શહિદ દિન નિમિતે નીલકંઠ વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓ માં રાષ્ટ્રપ્રેમ તેમજ રાષ્ટ્ર ભાવના નું સર્જન કરવા “શહીદ સ્મૃતિ રેલી” યોજાશે…*

Hello Morbi

*શિક્ષણની સાથે સાથે રમત ગમત નો આનંદ પ્રાપ્ત કરતા નીરૂબેન પટેલ નગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ*

Hello Morbi

Leave a Comment