• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હડીયાણા ગામે નવરાત્રિ મહોત્સવ ની રમઝટ બોલી રહી છે ત્યારે સાંસદ પૂનમબેન માડમ દ્વારા લ્હાણી કરાઈ*

શરદ એમ.રાવલ.. હડિયાણા..હડિયાણા ગામે નવરાત્રિ મહોત્સવ

2021 દરમ્યાન ગરબા ની રમઝટ બોલાવી રહ્યા છે. નાની 6 વર્ષ થી 12 વર્ષ સુધી ની બાળા ઓ જ ગરબે રમવા માટે મજૂરી છે. અને ગામમાં 5 ધાર્મિક સ્થળો પર નવરાત્રિ મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવે છે. તેમાં શ્રી ખભલાવ કુમારિકા ગરબા મંડળ..શ્રી હરસિધી કુમારિકા ગરબા મંડળ..શ્રી અંબિકા કુમારિકા ગરબા મંડળ..શ્રી નવદુર્ગા કુમારિકા ગરબા મંડળ..શ્રી ખોડિયાર કુમારિકા ગરબા મંડળ આમ આ પાંચ જગ્યાએ દશ દિવસ સુધી કુમારિકાઓ ગરબે રમે છે. અને આ બધી જગ્યાએ પ્રાચીન.અર્વાચીન દેશી ગરબા ઉપર જ ગરબે રમવાનું છે. ના ડીજે ઉપર રમવાનું નથી.. માતાજીના ગુણગાન સાથે ગરબા ની રમઝટ બોલાવી હતી. અને ગ્રામજનો ગરબા જોવા માટે દરેક ગરબા મંડળ ઉપર જાય છે. રાસ ગરબા ની ઝલક મેળવી ને ખુશખુશાલ બની જાય છે.. અને તમામ ગરબા મંડળો સરકાર શ્રી તરફથી જે નિયમ અનુસાર પાલન કરી ને ગરબે રમી રહ્યા છે.દરેક ગરબા મંડળ ને આશરે 70 થી 80 જૂની વર્ષ થી શરૂઆત થઇ છે.શ્રી ખભલાવ માતાજીના મંદિર ખાતે નવરાત્રિ ના આઠમાં નોરતા ના દિવસે નવચંડી હોમહવન અને નવમા નોરતે શ્રી નવદુર્ગા માતાજીના મંદિર ખાતે અને દશામાં નોરતે એટલે કે દશેરા ના દિવસે શ્રી હરસિઘી માતાજીના મંદિરે પણ નવચંડી હોમહવન કરવામાં આવે છે.ભાવિ ભક્તો મોટી સંખ્યામાં હોમહવન ના દર્શન કરવા ઉમટી પડે છે…..

 

Related posts

*HELLO MORBI:નવયુગ કોલેજના વિદ્યાર્થીઓએ મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે દાનનો‌ મહિમા સાર્થક કર્યો*

editor

*મોરબી તાલુકામાં ઘુંટું ગામે કિશાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવતા* સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયા

Hello Morbi

*HELLO MORBI NEWS:ટંકારા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી*

editor

Leave a Comment