• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હળવદના મહિલા ટીડીઓએ પ્રમુખ અને ધારાસભ્યને કાકરીમાં કાઢી નાંખ્યા*

રણછોડગઢમાં પ્રમુખને આમંત્રણ વગર સેવા સેતુ કાર્યક્રમ યોજી નાખ્યો ; જિલ્લા પંચાયત પ્રમુખ સિહોરાને પણ બબ્બે કલાક રાહ જોવડાવી

હળવદ : ઘણી ધોરી વગરની હળવદ તાલુકા પંચાયતમાં નવા મહિલા ટીડીઓની નિમણૂક થયા બાદ ભાજપના ચૂંટાયેલા સભ્યો, પ્રમુખ અને ખુદ ધારાસભ્યને સતત અવહેલના થઈ રહી હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે સેવા સેતુ કાર્યક્રમમાં પણ મહિલા ટીડીઓએ તાલુકા પંચાયત પ્રમુખની બાદબાકી કરી નાખી કાકરીની જેમ કાઢી નાંખતા ખળભળાટ મચી ગયો છે અને ભાજપની ચૂંટાયેલી લોબી ટીડીઓની જો હુકમી સામે લાચાર બની ગઈ હોવાનું બહાર આવ્યું છે.                                                                   જાણવા મળતી વિગતો મુજબ રાજ્ય સરકાર દ્વારા લોકોને ઘર આંગણે સરકારી યોજના અને અન્ય કામગીરી સરળતાથી થઈ શકે તે માટે સુવિધા આપવા સેવા સેતુનો નવો તબક્કો શરૂ કર્યો છે જેમાં હળવદ તાલુકાના રણછોડગઢ ગામે આ સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પરંતુ તાલુકા વિકાસ અધિકારી જ્યોતિ પારેખે તાલુકા પંચાયત પ્રમુખ બકુબેન પઢીયારને કે અન્ય સભ્યોને સેવા સેતુ અંગે આમંત્રણ આપવાની કે જાણ કરવાની તસ્દી ન લેતા પદાધિકારીઓની ગેરહાજરીમાં જ કાર્યક્રમ આટોપી લેવાયો હતો.                                                                બીજી તરફ ટીડીઓ પારેખની અપમાનજનક કાર્યશૈલી અંગે પ્રમુખ સહિતના સદસ્યો ધારાસભ્ય કાર્યાલયે દોડી ગયા હતા પરંતુ ધારાસભ્ય સાબરીયા પ્રશિક્ષણ શિબિરમાં હોય અપમાન અંગે સભ્યોની ટેલિફોનિક ફરિયાદ સાંભળી હતી. જો કે, મહિલા ટીડીઓએ અગાઉ ધારાસભ્યને પણ ગણકાર્યા ન હોય ધારાસભ્યએ સભ્યોને આવ ભાઈ હરખા આપણે બેઉ સરખા ઉક્તિ મુજબ ટીડીઓ તેમનું પણ માનતા ન હોવાનો વસવસો વ્યક્ત કર્યો હતો.

 

ઉલ્લેખનીય છે કે આ અગાઉ હળવદ તાલુકાના સરપંચો દ્વારા આયોજનની ગ્રાન્ટમાંથી વિકાસ કામો માટે ટીડીઓ સરપંચને વિશ્વાસમાં લીધા વગર કામ કરતા હોવાની ફરિયાદ સાથે ઉપવાસ ઉપર ઉતરી જતા જે તે સમયે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરાએ સરપંચોને પારણાં કરાવ્યા હતા એ વેળાએ પણ મહિલા ટીડીઓ હાજર રહ્યા ન હતા અને પોતે ગામડે છે લંચ પછી જ મળશે તેમ જણાવી જિલ્લા પંચાયત પ્રમુખને પણ બબ્બે કલાકનો ઇન્તજાર કરાવ્યો હતો.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શહેનશાહ મોરબી વોહે દબદબા તેરા કભી માયુસ નહી હોતા મનને વાલા તેરા*

editor

*નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત સ્વામી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા માં વિશ્વ મહિલા દિન યોજાયો*

Hello Morbi

*HELLO MORBI: પેપર જોઈ વાવાઝોડાની આફત ની તૈયારી ના ભાગરૂપે રવાપર સરપંચ, તલાટી મંત્રી, સભ્ય તેમજ સ્ટાફ ના કર્મચારીઓ દ્વારા આગોતરું આયોજન*

editor

Leave a Comment