• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા તાલુકાનાં કોરોના વોરિયર્સ આરોગ્ય કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો*

અહેવાલ અને તસ્વીર નૈમીષ સેજપાલ ટંકારા

ટંકારામાં બાલાજી પોલિપેક પ્લાસ્ટ ના માલિક જગદીશભાઈ અમરશીભાઈ પનારા પ્રમુખશ્રી સૌરાષ્ટ્ર પોલિપેક એસોસિએશન ના સૌજન્યથી ટંકારા તાલુકાના કોરોના વોરિયર્સ આરોગ્ય કર્મચારીઓનો સન્માન સમારોહ સંસદ સભ્ય શ્રી મોહનભાઈ કુંડારિયા ના મુખ્ય મહેમાન પદે યોજાયેલ

કાર્યક્રમનું ઉદ્ઘાટન શ્રી મોહનભાઇ કુંડારિયાએ દીપ પ્રાગટ્ય દ્વારા કરેલ

આ પ્રસંગે શ્રીમોહનભાઈ કુંડારિયાએ જણાવેલ કે કોરોના ના કપરા સમય માં  કુટુંબીજનો  દર્દીઓની પાસે રહેવા રાજી ન હતા તેવા કપરા સમયે આરોગ્ય કર્મચારીઓ એ જીવના જોખમે દિવસ રાત દર્દીઓની સારવાર કરેલ છે ,સેવા કરેલ છે તે સમયે આરોગ્ય કર્મચારીઓ જ દર્દીઓના સાચા સગા અને ભગવાન હતા તેમની  સેવાને બિરદાવું છું.

 

17 સપ્ટેમ્બરના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે ટંકારા તાલુકાનો વેક્સિનેશન નો  4500 નો ટાર્ગેટ અપાયેલ.તે સામે 4260 વ્યક્તિઓને વેક્સિન આપી આરોગ્ય કર્મચારીઓ એ 95% કામગીરી કરેલ છે તે બદલ તેમને અભિનંદન આપું છું .

બાલાજી પોલિપેક પ્લાસ્ટ ના માલિક સૌરાષ્ટ્ર પોલિપેક એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ પનારા એ જણાવેલ કે શ્રી મોહનભાઈ કુંડાળિયા તથા દુર્લભજીભાઈ દેથરિયા ના માર્ગદર્શન તથા પ્રેરણા મુજબ અમો ઉદ્યોગપતિઓએ લોકોને માદક,જરૂરી દવાઓ તથા કીટનું વિતરણ કરેલ.

 

ટંકારા તાલુકામાં કોરોના કાળ માં ટંકારા તાલુકાના  ડોક્ટરો ,આરોગ્ય સ્ટાફ, 108 ની ટીમ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પી.એસ.આઇ, તથા તેમના સ્ટાફ ,સરપંચો સામાજિક સંસ્થાઓ દર્દીઓને ઓક્સિજનના બાટલાઓ, દવાઓ , સારવાર પૂરી પાડવામાં મદદરુપ બનેલ છે

શ્રી કચ્છ કાઠીયાવાડ ગુજરાતના ગરાસિયા એસોસિએશન ના પ્રમુખ ધ્રુવકુમારસિંહ જાડેજા ,મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી ભાઇ દેથરિયા દ્વારા  અભિનંદન  અપાયેલ

Related posts

*HELLO MORBI: મોરબી નવયુમ વિવાલય- દ્વારા આયોજીત ‘માતૃ-પિતૃ પુજન દિન’ની ઉજવણી*

editor

*મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ના ચર્તુદશમ્ પાટોત્સવ નિમિતે કોરોના મા મૃત્યુ પામનાર દીવંગતો ના આત્મા ના શાંતિ અર્થે ધૂન-ભજન, મહાયજ્ઞ સહીત ના ત્રિવિધ કાર્યક્રમો યોજાયા*

Hello Morbi

*HELLO MORBI:મોરબી તાલુકા પો.સ્ટે.ના મારામારીના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને સેલવાસથી પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ મોરબી*

editor

Leave a Comment