• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*લોકસેવા અને જનકલ્યાણ કાર્યો બદલ ગ્રેવા વડોદરા દ્વારા સમાજ સેવિકા અલ્પાબેન પટેલને એવોર્ડ એનાયત*

રિપોર્ટર-મહમંદ રફિક જે દિવાન આણંદ તારાપુર

આણંદ જિલ્લામાં મહિલા સશક્તિકરણ સહિત વિવિધ સામાજિક શૈક્ષણિક સેવાકીય પ્રવૃતિઓ સાથે કાર્યરત સંસ્થા નવ ગુજરાત સ્રી અધિકાર સંઘના અધ્યક્ષ અલ્પાબેન પટેલની વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી અનેક સંસ્થાઓએ નોંધ લીધી છે. તેમજ વિવિધ પ્રમાણપત્રો, સ્મૃતિ ચિન્હ અર્પણ કરી સન્માન કરેલ છે. આમાં વધુ એક સંસ્થા ગ્રેવા ફિલ્મ પ્રોડક્શન વડોદરા દ્વારા એવોર્ડ માટે પસંદગી કરી સન્માન કર્યું છે. અલ્પાબેન પટેલની વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃતિઓ સાથે સાથે બિનવારસી મૃૃતદેહને અગ્નિસંસ્કારનુ કાર્ય પણ કરી રહ્યા છે. આજદિન સુધીમાં ૩૫૭ મૃતદેહને અગ્નિસંસ્કાર આપવા બદલ વડોદરામાં યોજાયેલ સન્માન સમારોહ દરમિયાન ફિલ્મ જગતના જાણીતા કલાકારો અને હસ્તીઓની ઉપસ્થિતિમાં એવોર્ડ અને સન્માન પત્ર આપવામાં આવ્યું હતું. આ ભવ્ય સંસ્થા તરફથી સન્માન આપવા માટે પસંદ કરવા બદલ નવ ગુજરાત સ્રી અધિકાર સંઘ સહિત આણંદ જિલ્લાના મહીલા આગેવાનો અને કાર્યકરોએ આનંદની લાગણી વ્યક્ત કરી છે. ઉમદા સન્માન અને આદર બદલ સંસ્થાનો પણ આભાર વ્યક્ત કરી પ્રોત્સાહિત કરવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Related posts

*વિકાસની વાતો કરનાર અને ખેડૂત ચિંતક નેતાઓ ગ્રામ્ય વિસ્તારોમાં પીજીવીસીએલ દ્વારા લાઈટ ની સમસ્યા હલ કરો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: આમરણ:મીઠી મધુર 𝟏𝟎𝟎 ટકા ઓર્ગેનિક ભગીરથ ફાર્મની ખારેક હવે માવનગામ (હાઈવે) પર મળશે ઓર્ગેનિક પદ્ધતિથી ખારેકની ખેતી : રિટેઈલમાં એક કિલોના પેકિંગ તથા હોલસેલમાં પણ મળશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:શ્રીસમસ્ત મોચી સમાજ દ્વારા એક દિકરી ના લગ્નોત્સવ તથા વિદ્યાર્થીઓ માટે સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો*

editor

Leave a Comment