• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસા જલારામ મંદિરથી પાલનપુર જલારામ મંદિર સુધી યોજાઈ સદભાવના પદયાત્રા*

ડીસા જલારામ મંદિરથી અંદાજે 25 કિલોમીટર દૂર આવેલ જલારામ મંદિર સુધી ડીસાના 16 જેટલા જલારામ ભકતોએ સદભાવના પદયાત્રા કરી ભારત દેશ અને બનાસકાંઠા જીલ્લો કોરોનામુકત થાય તે માટે પૂજ્ય જલારામ બાપાને પ્રાર્થના કરી હતી.આ પગપાળા યાત્રામાં સર્વ નાથાલાલ ખત્રી,મહેશભાઈ ઉડેચા,ભગવાનભાઈ બંધુ,પ્રહલાદભાઈ સહયોગ,આનંદભાઈ પી.ઠકકર, ચંદુભાઈ એટીડી,કલ્પેશભાઈ ઠકકર(લાલાભાઈ), ઈશ્ર્વરભાઈ રાવળ,અનીલભાઈ ઠકકર, જીતુભાઈ રાફુવાળા,રાજ ઠકકર, વિનોદભાઈ એચ. ગોકલાણી,મિલન ઠકકર, સંજયભાઈ સહાયતા,દિનેશભાઈ માળી,ધર્મેશભાઈ બી.ગોકલાણી સહિત 16 પદયાત્રીઓએ ખૂબ જ નિજાનંદથી પદયાત્રા કરી રસ્તામાં આવતાં તમામ દેવસ્થાનોએ સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

રસ્તામાં વિવિધ સ્થળોએ પદયાત્રીઓને આવકારી સેવાભાવી સંસ્થાઓ તેમજ વ્યકિતઓએ ચાપાણી,નાસ્તો,બેઠક વિગેરેની વ્યવસ્થા કરી હતી.આત્મારામભાઈ ઓઢાવાળા,જ્યોત્સનાબેન ઠકકર, કનુભાઈ તૃપ્તિવાળા, ચંડીસરના પીન્ટુભાઈ તેમજ જેઠાભાઈ ઠકકર, રાજુભાઈ વકીલ (નોટરી),જે.બી.ઠકકર, પરેશભાઈ લક્ષ્મીનારાયણ સહિત સૌએ પદયાત્રા દરમિયાન સમગ્ર રસ્તામાં પદયાત્રીઓની સતત સારસંભાળ કરી કોઈનેય તકલીફ ના પડે તે માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી હતી.પાલનપુર જલારામ મંદિર ખાતે જલારામ મંદિરના સેવકો સર્વ મહાસુખભાઈ પૂજારા,કાંતિભાઈ બી.કોટક,જસુભાઈ ઠકકર,પરેશભાઈ લક્ષ્મીનારાયણ, કમલેશભાઈ કિલ્લોલ,ભાવેશભાઈ ઠક્કર (મંત્રી),સુરેશભાઈ ઠકકર, જયેશભાઈ ઠકકર,અલ્પેશભાઈ ઠકકર સહિતના લાગણીશીલ ભાવિકોએ સૌ પદયાત્રીઓનું સન્માન કરી,ભજનો ગાઈ,નાચગાન કરી પરમપિતા પરમાત્મા અને પૂજ્ય જલારામ બાપાનું દિવ્ય સ્મરણ કર્યું હતું.જલારામ સત્સંગ મંડળ ડીસાના સર્વ નટુભાઈ લીંબાચીયા,નવીનભાઈ પ્રજાપતિ,કમલેશભાઈ રાચ્છ, ડો.મનોજભાઈ ઠકકર, દિનેશભાઈ ચોક્સી,પિન્કીબેન ઠકકર, બળદેવભાઈ રાયકા,ગફુલભાઈ દેસાઈ સહિત સૌએ પણ રૂબરૂ આવી સૌ પદયાત્રીઓના ખબરઅંતર પૂછી પૂરતી હૂંફ પૂરી પાડી હતી.પૂજ્ય યશવંતશાસ્ત્રીજી મહારાજ, જાણીતા સાહિત્યકાર કનુભાઈ આચાર્ય, આબુરોડ જલારામ મંદિરના સુરેશભાઈ કારિયા,સુખદેવભાઈ લાડલીવાળા,થરા જલારામ મંદિરના અચરતભાઈ ઠક્કર, નિરંજનભાઈ ઠકકર સહિત સૌએ સતત પૂછપરછ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.જલારામ મંદિર ડીસા ખાતેથી સવારે 8=00 વાગે બેઉ પૂજારીજી,દીલીપભાઈ બારોટ, અને શિલ્પાબેન મોદીએ સૌને કંકુતિલક કરી શુભેચ્છા પાઠવી પદયાત્રાનું શુભ પ્રસ્થાન કરાવ્યું હતું.સમગ્ર પદયાત્રાના રસ્તામાં જરૂરી ફોટોગ્રાફી, વિડિયોગ્રાફી,રેકોર્ડિંગ વિગેરે જાણીતા સમાજ સેવક અને જાગૃત પત્રકાર આનંદભાઈ પી.ઠકકર તેમજ ખૂબ જ સેવાભાવી ચિત્રકાર એવા ચંદુભાઈ એટીડીએ કર્યું હતું.

Related posts

*HELLO MORBI:સ્વચ્છતા એજ સેવા’ અભિયાન અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા બેઠક યોજી તાલુકા કક્ષાના કર્મચારીઓને માર્ગદર્શન અપાયું*

editor

*HELLO MORBI:શ્રી રામાનંદી સાધુ સમાજ સેવા સમિતી (મહાસભા)મોરબી જિલ્લા આયોજીત સમુહ લગ્ન ના ફોર્મ વિતરણ અંગે ની જાહેરાત* 

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા પો સ્ટે નાગુન્હામાં છેલ્લા ૧૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી એલ.સી.બી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*

editor

Leave a Comment