• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જિલ્લા કલેક્ટર જે.બી.પટેલના હસ્તે વાકાંનેરમાં રાજ્ય સરકાર દ્વારા ૨૨.૫૦ લાખના ખર્ચે તૈયાર થયેલ જીમ સેન્ટરનું લોકાર્પણ કરાશે*

જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી મોરબી દ્વારા વાકાંનેરમાં ૨૨.૫૦ લાખ રૂપિયાના ખર્ચે લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુથી રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની સરકાર દ્વારા દરેક તાલુકા સ્તરે ફીટનેશના સાધનો સભર સ્વાસ્થ્ય કેન્દ્ર શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. તંદુરસ્ત અને વ્યસન મુક્ત સમાજના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા મોરબી જિલ્લાના વાકાંનેર મુકામે તાલુકા સ્તરનુ ફીટનેશ જીમ સેન્ટર શરૂ કરવામાં આવનાર છે.

 

આ જીમ સેન્ટરનું ઉદ્દઘાટન આગામી તા. ૨૦-૧-૨૦૨૧ના બુધવારના રોજ સાંજે ૪ કલાકે વાકાંનેરની અમરસિંહજી હાઇસ્કુલ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલના વરદ્દહસ્તે થશે. રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ૪૦ જેટલા તાલુકાઓમાં જીમ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે તે અંતર્ગત મોરબી જિલ્લાના વાકાંનેર મુકામે પણ જીમ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવશે. આ જીમનો લાભ તમામ નાગરિકો લઇ શકશે. જીમની સુવિધાઓનો લાભ લેવા માટે એક મહિનાની ૫૦ રૂપિયા ફી હશે જ્યારે મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે ૨૫ ફી રહેશે તેમ જિલ્લા રમત-ગમત અધિકારી (ઇન્ચાર્જ) હિરલ વ્યાસની યાદીમાં જણાવાયું છે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ પારિવારિક સ્નેહમિલન કેજી કોલેજ સુધીના 𝟐𝟔𝟎 વિદ્યાર્થીને શીલ્ડને શિક્ષણ કીટ આપી સન્માન કરાશે*

editor

*HELLO MORBI: ટંકારા દુઃખદ અવસાન નોંધ બેસણું*

editor

*HELLO MORBI:મોરબીની બ્લુડાર્ક કુરીયરની ઓફીસમાં થયેલ રોકડા ત્થા અન્ય મુદ્દામાલની ઘરફોડ ચોરી નો ગણત્રી ના કલાકો માજ પર્દાફાશ કરતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

editor

Leave a Comment