• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પૂજ્ય દરિયાલાલ જયંતિ નિમિતે ડીસા ખાતે રઘુવંશી દેશી લોહાણા મહાજન દ્રારા યોજાયો નાત જમણવાર*

ડીસા નગરમાં દેશી,વાગડ,પારકર, મારવાડી,થરી, સિંધી,કાઠિયાવાડી,સાતગામી એમ વિવિધ ઘટકનાં અંદાજે 1600 જેટલાં પરિવારો વસવાટ કરે છે.પૂજ્ય દરિયાલાલ જયંતિના દિવસે વ્યવસ્થાના ભાગરૂપે દરેક ઘટક પોતપોતાની રીતે ઉજવણી તેમજ નાત જમણવાર પણ કરે છે.

ડીસામાં રઘુવંશી દેશી લોહાણા મહાજનનાં આશરે 400 પરિવારોનો દરિયાલાલ જયંતિ ચૈત્રી બીજના દિવસે સાંજે દર વર્ષે નાત જમણવાર થાય છે.આ વર્ષે પણ તારીખ 2-4-2022 શનિવારે કચ્છી કોલોની ડીસા સ્થિત જલારામ સેવા સંકુલ ખાતે મહાઆરતી,પૂજનવિધિ તેમજ નાત જમણવારનું આયોજન કરાયું હતું.આ અવસરે સમાજના વડીલો દ્રારા ખૂબ જ ભાગ્યશાળી દાતાઓ એવા મીનાક્ષીબેન દીલીપભાઈ વકીલ, ડો.બેલાબેન ભરતભાઈ ઠકકર તેમજ ફાલ્ગુનીબેન સુરેશભાઈ અખાણીનું પૂજ્ય અંબામાની પ્રતિકૃતિ દ્રારા તાળીઓના નાદથી ભવ્યાતિભવ્ય સન્માન કરાયું હતું.સદગત શાંતિલાલ પ્રાણલાલ ઠકકર તેમજ સદગત ભારતીબેન મધુસુદનભાઈ ઠકકરને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.

આ અવસરે સમાજ પ્રમુખ રજનીભાઈ કુવરવાળા, પૂર્વ પ્રમુખ ભગવાનભાઈ બંધુ,ઉપપ્રમુખ બાબુભાઈ પ્રાઈમવાળા,પૂર્વ ઉપપ્રમુખ જયંતિભાઈ ઓઢાવાળા,મંત્રી દિનેશભાઈ દીપવાળા,પત્રકાર આનંદભાઈ પી.ઠકકર સહિત ખૂબ જ મોટી સંખ્યામાં સમાજ અગ્રણીઓ, યુવાનો,મહિલાઓ સહિત સૌએ ખાસ ઉપસ્થિત રહીને પ્રસંગને શોભાયમન તેમજ સફળ બનાવ્યો હતો.

Related posts

*HELLO MORBI:નવયુગ BBA કોલેજના વિદ્યાર્થીઓએ હિંગોળગઢ અભયારણ્ય ખાતે પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં તાલીમ મેળવી.*

editor

*HELLO MORBI NEWS:મોરબી શહેરમા શનાળા રોડ ગુજરાત હાઉસીંગ બોર્ડ માથી ચોરી કરનાર આરોપીને મુદામાલ સાથે પકડી પાડતી મોરબી સીટી પોલીસ*

editor

*આમરણ દેના બેન્ક નું એટીએમ મશીન શોભાના ગાંઠીયા જેવું*

Hello Morbi

Leave a Comment