• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*નાણી ગૌશાળા માટે હનુમાન જયંતિના રોજ ડીસામાં કરાયું સુંદરકાંડ પાઠનું આયોજન*

નાણી ગૌશાળા ખાતે અંદાજે પંદરસો ગાયો ગંભીર હાલતમાં છે ત્યારે ડીસાના રામચરિત માનસ મંડળ દ્રારા ગાયોના લાભાર્થે હનુમાન જયંતીના રોજ રાત્રે 8=30 કલાકે અંબિકાચોક ખાતે દિવ્ય સુંદરકાંડ પાઠનું આયોજન કરાયું હતું.આ અવસરે ખૂબ જ મોટી સંખ્યામાં ગૌભકતો તેમજ હનુમાનજીના ઉપાસકોએ હાજરી આપતાં અંદાજે બે લાખ રૂપિયા એકત્રિત થયા હતા.બનાસકાંઠા જિલ્લાના ગૌરક્ષા પ્રચારક ભગવાનભાઈ બંધુએ સૌનું શાબ્દિક સ્વાગત કરી ગૌમાતાના સત્કાર્ય માટે સૌને સહકાર આપવા વિનંતી કરી હતી.દીપપ્રાગટય વિધિ જયંતિભાઈ ઓઢાવાળા,મુકેશભાઈ જી.આચાર્ય, આનંદભાઈ પી.ઠકકર, તારાચંદભાઈ ડી.મજેઠીયા,કનુભાઈ ભરતીયા,આર.ડી.ઠકકર સહિત સૌ અગ્રણીઓ તેમજ રામચરિત માનસ મંડળના ભકતોએ કરી હતી.

સમગ્ર કાર્યક્રમની સફળતા તેમજ ગૌફંડ એકત્રિકરણ માટે સર્વ આત્મારામભાઈ ઓઢાવાળા,કનુભાઈ તૃપ્તિવાળા,સંજયભાઈ સહાયતા, મનુભાઈ રતાણી, દેવચંદભાઈ એન.ઠકકર, નવીનભાઈ પ્રજાપતિ,સંજયભાઈ બારોટ, રવિ એફ.અખાણી,કમલેશભાઈ રાચ્છ, મિલન અખાણી,દિનેશભાઈ ચોક્સી,મહેશભાઈ ઉડેચા,આનંદભાઈ પી.ઠકકર, ભગવાનભાઈ બંધુ સહિતની સમગ્ર ટીમે ખૂબ જ સારી મહેનત કરી હતી.સુંદરકાંડ પાઠ પછી શીવજીના ભજન ઉપર ઉપસ્થિત સૌ કોઈએ નાચગાન કરી નિજાનંદ મેળવ્યો હતો.આ અવસરે રાખવામાં આવેલ મહાઆરતી અને બુંદીપ્રસાદનો પણ સૌએ લાભ લીધો હતો.અંબિકાચોક વિસ્તારમાં સૌપ્રથમવાર ગૌરક્ષા હેતુ સુંદરકાંડ પાઠનું જાહેરમાં આયોજન થતાં સૌએ રાજીપો વ્યક્ત કર્યો હતો તેમજ સહકાર આપનાર સૌ પ્રત્યે ભગવાનભાઈ બંધુએ ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી હતી.

Related posts

*મોરબી જલારામ મંદીર દ્વારા કોરોનાગ્રસ્ત મૃતદેહો તથા બિનવારસી મૃતદેહો ના અસ્થિઓ નુ ગ્રહણ પહેલા સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન કરવા મા આવશે*

Hello Morbi

*ખંભાળિયા ખળભળાટ મા ભૂકંપ લોહાણા અગ્રગણ્ય ,ઈન્ટરનેશનલ લોહાણા સમાજ પ્રમુખ ભાજપના આર્થિક સેલના સહ કન્વીનર ભાજપ રામ રામ કરી આપ મા જોડાયા*

Hello Morbi

*HELLO MORBI: મોરબીની એસી વર્ષ જૂની જુના રેલવે કોલોની ગરબીમાં બાળકો પ્રાચીન પરંપરા જાળવી ગરબે રમે છે*

editor

Leave a Comment