• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીની સબરજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજોના ટોકન નું વેટિંગ ઘટાડવા રેવન્યુ વકીલ મંડળની રજૂઆત*

*મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં*

*દસ્તાવેજો ના ટોકનનું વેઇટિંગ ઘટાડવા*

*રેવન્યુ વકીલ મંડળની રજૂઆત*

 

મોરબી જીલ્લાનો અવિરત વિકાસ થઈ રહ્યો છે. આથી મોરબીમાં દસ્તાવેજો થવાનું પ્રમાણ વધારે હોય છે. મોરબી માં દરરોજ જેટલા દસ્તાવેજો નોંધણી માટે તૈયાર થાય છે. તેટલા દસ્તાવેજોના ઓનલાઈન ટોકન મળી શકતા ન હોય મોરબી સબ રજીસ્ટ્રાર કચેરીમાં હાલમાં આશરે ૧૨ દિવસ જેટલું વેઇટિંગ થઈ ગયેલ છે. આથી વકીલોને તથા લોકોને કે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. કારણકે બેંક તરફથી લોનનો ચેક ઇસ્યુ થાય ત્યાંથી વ્યાજની ગણતરી શરૂ થઇ જતી હોય છે. જ્યારે સરકારશ્રીમાં નોંધણી ફીની ઓનલાઇન રકમ ભર્યા બાદ દસ્તાવેજ કે મોર્ગેજ કરવામાં બાર ૧૨ થી ૧૫ દિવસ રાહ જોવી પડે છે. આથી દસ્તાવેજોની સમયસર નોંધણી થઈ શકતી ન હોય લોકોના આર્થિક શેડ્યુલ ખોરવાઈ જાય છે. આથી દસ્તાવેજની નોંધણી સત્વરે થાય તે માટે બે દસ્તાવેજ વચ્ચેનો સમય ૧૦ મિનિટમાં થી ઘટાડી ૫ મિનિટ કરવા અથવા સબ રજીસ્ટ્રાર કચેરીનો સમય સાંજે ૫-૦૦ ને બદલે ૬-૦૦ નો કરવા માંગ કરી છે. અને આ બાબતે રેવન્યુ બાર એસોસિએશન, મોરબીના પ્રમુખશ્રી, સંજયભાઈ રાજપરા ના કહેવા મુજબ જો આ અંગે સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો દસ્તાવેજના ટોકન મેળવવામાં ૧૫ થી ૨૦ દિવસનું વેઇટિંગ થતાં વાર નહીં લાગે. જેને નિવારવા માટે નોંધણી સર નિરીક્ષક, ગાંધીનગરની કચેરીને રજુઆત કરવામાં આવેલ છે.

Related posts

*HELLO MORBI NEWS: જોડીયાની શ્રી સાંઈ વિદ્યા સંકુલનાં ખેલાડીઓ રાજ્ય સ્તરે ઝળક્યા*

editor

*HELLO MORBI:મોરબી જિલ્લાના શતાયુ મતદાર ઉજિબેન સુરેલાનું મતદાન મથક પર આવકાર આપી મામલતદારશ્રી દ્વારા સન્માન કરાયું*

editor

*HELLO MORBI NEWS: મોરબીમાં આવતીકાલે તા.૨૮ ફેબ્રુઆરીના જિલ્લા કક્ષાનો પોષણ મહોત્સવ યોજાશે*

editor

Leave a Comment