• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*માળિયા નજીક બેઠો પુલ જોખમી બન્યો રીક્ષા ખાબકી*

માળિયા નજીક આવેલ બેઠો પુલ અકસ્માત ઝોન સમાન બની ગયો છે જેમાં એક ઇકો કાર ખાબકતા કારમાં સવાર વૃધ્ધાનું મોત થયું હતું તો વધુ એક અકસ્માત આજે સર્જાયો હતો જેમાં મુસાફર ભરેલી રીક્ષા નદીમાં ખાબકી હતી જોકે સ્થાનિકોએ તમામ લોકોને બચાવી લીધા હતા જેથી કોઈ જાનહાની થવા પામી નથી

 

 

 

માળિયા નજીક આવેલ નદી પરનો બેઠો પુલ જોખમી બની ગયો છે મચ્છુ ૩ ડેમનું પાણી પુલના કામને પગલે ખાલી કરવામાં આવ્યું છે જેથી મચ્છુ નદીમાં પાણીનો પ્રવાહ વધી જવા પામ્યો છે જેના પગલે માળિયા નજીક આવેલ બેઠો પુલ જોખમી બની રહ્યો છે માળિયા શહેરથી હાઈવે સુધીના ત્રણ કિલોમીટર રોડની હાલત બિસ્માર હોવાથી નાગરિકોને નદીના બેઠા પુલ પરથી પસાર થવું પડે છે અને હાલ પાણી વધુ હોવાથી બેઠા પુલ પરથી પસાર થવું પણ જોખમી છે

 

ત્યારે આજે એક મુસાફર ભરેલી રીક્ષા પાણીમાં ખાબકી હતી નદીમાં રીક્ષા ખાબક્યાની જાણ થતા તુરંત સ્થાનિકો દોડી ગયા હતા અને મુસાફરો તેમજ રીક્ષા ચાલકને બચાવી લીધા હતા આમ ઇકો કાર બાદ હવે રીક્ષા નદીમાં ખાબકતા આજે મોટી દુર્ઘટના સહજમાં ટળી હતી

Related posts

*HELLO MORBI:બિપરજોય વાવાઝોડા અંતર્ગત જિલ્લાના અધિકારી/કર્મચારીઓએ હેડક્વાર્ટર છોડવું નહીં*

editor

*ટંકારા તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ જૂની પેન્શન યોજના ફરી ચાલુ કરવા ધરણા કાર્યક્રમ યોજ્યો* 

Hello Morbi

*HELLO MORBI:મોરબી નક્ષત્ર હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં 16 થી 22 સુધી મહિલાઓ માટે ફ્રી ઓપીડી*

editor

Leave a Comment