• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રોલમાં રાજપૂત યુવા શક્તિ ગ્રુપ દ્વારા કાલે ભવ્ય શસ્ત્ર પૂજન કાર્યક્રમ*

ધ્રોલમાં રાજપૂત યુવા શક્તિ ગ્રુપ દ્વારા કાલે ભવ્ય શસ્ત્ર પૂજન કાર્યક્રમ
ધ્રોલ:તા૧(*લલિત નિમાવત દ્વારા*)ધ્રોલ માં રાજપૂત યુવા શક્તિ ગ્રુપ દ્વારા આવતીકાલે ભવ્ય શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની શરૂઆત કાલે બપોરે 3 વાગ્યે દિપસિંહજી રાજપૂત છાત્રાલયથી શૌર્યયાત્રા સાથે શરૂઆત થશે અને ત્યારબાદ દરબારગઢ ધ્રોલ ખાતે પરંપરાગત વિધિ મુજબ શસ્ત્ર પૂજન કરવામાં આવશે. કાર્યક્રમમાં રાજપૂત સમાજના આગેવાનો, યુવાનો અને ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે. શસ્ત્ર પૂજન સાથે રાજપૂત સમાજની શૌર્ય પરંપરા, રાષ્ટ્રીયતા અને સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવશે. યુવા શક્તિ ગ્રુપનું આ આયોજન સમાજની એકતા, પરંપરા અને શૌર્યની નિશાનીરૂપ બની રહેશે. શસ્ત્ર પૂજન બાદ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. રાજપૂત યુવા શક્તિ ગ્રુપના પ્રમુખ ઉપેન્દ્રસિંહ જાડેજાએ સમાજના ભાઈઓને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અપીલ કરી છે.

Related posts

*મોરબી શંકર આશ્રમ ખાતે પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ગુરુપૂર્ણિમા નો કાર્યક્રમ યોજાશે*

Hello Morbi

ડીસા જલારામ મંદિર ખાતે જલારામ જન્મ જયંતી સાદગી પૂર્વક ઉજવવામાં આવશે

Hello Morbi

*જોડિયા તાલુકા માં સાતમા સેવા સેતુ નો કાર્યક્રમ અંબાલા ગામે જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી*

Hello Morbi

Leave a Comment