• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રખ્યાત તીર્થ એવા ઘંટીયાપ્રાચી ગ્રામ માં ગંદકીના ગંજ જવાબદારોને મનમાંય નથી…*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

*ગુજરાત રાજ્ય માં સ્વચ્છતા અભિયાન ના ઘંટીયાપ્રાચી ગ્રામપંચાયત માં ઉડી રહિયા ધજાગરા….*

 

ગીર સોમનાથ જિલ્લા ના સુત્રાપાડા તાલુકાના ઘંટીયા-પ્રાચી (તીર્થ ) માં આંબેડકરનગર અને પેટા આરોગ્ય કેન્દ્ર તેમજ સમસ્ત ગામ માં કચરા ની સમસ્યા હોય જેને લેય ને ગામના મોટો રોગશાળો ફાટીના નીકળે એ હેતુથી જાગૃત નાગરિક તરીકે ની ફરજ બજાવતા અરજદાર વાજા જયેશભાઈ દ્રારા ઘંટીયાપ્રાચી ગ્રામ પંચાયત ને તારીખ 19/07/2021 ના સમસ્ત ગામજનો દ્રારા લેખિતમાં કચરો સાફ કરી અને નોટિસ બોર્ડ લગાવવાની અરજી કરેલ. અને રજી. એ. ડી થી તાલુકા વિકાસ અધિકારી સુત્રાપાડા.જિલ્લા વિકાસ અધિકારી ગીર સોમનાથ. અને આરોગ્ય કચેરી -ગીર સોમનાથ ને કરેલી જેમાંથી જિલ્લા પંચાયત ભવન -આરોગ્ય શાખા દ્રારા તા.17/08/2021 ના ગ્રામ જનોની અરજી નો તાત્કાલિક નિકાલ કરી રિપોર્ટ મોકલવા હુકુમ કરેલ. તલાટી કમ મંત્રી કાયદાનો અમલ કરવાને બદલે કોઈપણ પગલાં નો લેવામાં આવેલ. જેથી કરી અરજદાર દ્રારા રૂબરૂ શ્રી આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ગીર સોમનાથ (ઇણાજ ). નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ગીર સોમનાથ (ઇણાજ ). અને કલેક્ટર સાહેબ શ્રીગીર સોમનાથ ઇણાજ ને લેખિત (મૌખિત ) રજુવાત કરેલ. જેમાંથી તા 12/10/2021 ના જિલ્લા પંચાયત કચેરી -ગીર સોમનાથ દ્રારા પ્રતિ શ્રી તાલુકા વિકાસ અધિકારી ને સ્થળ તપાસ કરવા આદેશ કરેલ પણ આજ દિન સુધી કોઈ પણ પગલાં લેવામાં ન આવ્યો. અને જિલ્લા આરોગ્ય શાખા દ્રારા તા. 14/10/2021 ના ફરી નોટિસ કરેલ જેથી કરી તલાટી કમ મંત્રીશ્રી અને સરપંચ શ્રી દ્રારા ખાલી દેખાવ પૂરતી સફાઈ કરીને લેટર પેડ પર તારીખ 12/10/2021 લખી આપવામાં આવેલ કે જે. સી. બી. સફાઈ કરેલ. તેમજ બાકી રહેતો કચરો સાફ કરી આપવામાં આવશે તેમ લેખિતમાં આપેલ. પરંતુ તા.12/10/2021 ના લેટર માં તાલુકા વિકાસ અધિકારી ને સફાઈ બાબતે સર્વે કરાવવા જણાવેલ પરંતુ આજદિન સુધીસર્વે ન કરેલ અને કોઈ કાર્યવાહી કરવામાં આવ. લ નથી. જેથી કરી તા.05/02/2022 ફરી તલાટી કમ મંત્રી શ્રી તેમજ સરપંચ શ્રી ને જયેશભાઈ વાજા દ્રારા રજી. એ. ડી. થી અરજી કરેલ. પણ કોઈ પણ પગલાં લેવામાં નો આવેલ જેથી કરી અરજદાર વાજા જયેશભાઇ ચીના ભાઈ દ્રારા પ્રતિશ્રી મુખ્યમંત્રી સાહેબ શ્રી ગુજરાત ને તારીખ 05/04/2022 ના રજી. એ. ડી.કરેલ. અને મુખ્યમંત્રીશ્રી નું કાર્યાલય દ્રારા તારીખ 20/04/2022 આદેશ કરેલ પણ હજુ પણ ઘંટીયા પ્રાચી ની ગ્રામ પંચાયત ના તલાટી કમ મંત્રીશ્રી અને સરપંચશ્રી ઉપર કોઈપણ પગલાં લેવાતા નથી જેથી કરી સ્પષ્ટ થાય છે કે ગીર સોમનાથ જિલ્લા ના સુત્રાપાડા તાલુકા ના ઘંટીયા પ્રાચી તીર્થ માં રાજકીયો સપોર્ટ હોય એવુ લાગી રહીયુ છે કારણ કે સમસ્ત લોકો ના આરોગ્યન સુખાકારીનો પ્રશ્ન હોવા છતાંય કોઈ પણ અધિકારીઓ દ્રારા પગલાં લેવાતા નથી તો હવે ઘંટીયાપ્રાચી ગ્રામ કયારે કચરા મુક્ત થશે એ જોવું રહીયુ. અને લોકો ના પ્રશ્નનો કયારે નિકાલ આવશે એના પર સમસ્ત લોકો મિટ માડી રહિયા છે.

 

Related posts

*HELLO MORBI NEWS: આમરણ ગામે ચાલતા જાહેરમાં જુગારના અખાડા પર મોરબી ક્રાઈમ બ્રાન્ચના દરોડા*

editor

*મોરબી નજીક ગેસ ટેન્કરમાંથી ગેસ ચોરીનું કૌભાંડનો પર્દાફાશ કરતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

Hello Morbi

*HELLO MORBI NEWS:વાંકાનેરમાં ગર્ભ સંસ્કાર માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો; દાતાઓ દ્વારા સગર્ભા મહિલાઓને પૌષ્ટિક કીટનું વિતરણ કરાયું*

editor

Leave a Comment