• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*થરા ખાતે સદગુરૂ સાધના કેન્દ્ર દ્રારા યોજાયો સત્સંગ કાર્યક્રમ* 

 

થરા નગરના પ્રખર રામાયણી સદગત કાંતિલાલ શંકરલાલ ઠકકર/કોટક ની દિવ્ય સ્મૃતિમાં એમની પ્રથમ વાર્ષિક પૂન્યતિથિએ સદગુરૂ સાધના કેન્દ્ર દ્રારા સત્સંગનું આયોજન કરાયું હતું.સત્સંગ, સંગીત, સેવાના ત્રિવેણી સંગમ સાથે માતૃદિવસ અને ગંગા સપ્તમી અનુસંધાને આદરણીય રામભકત કાંતિકાકાને દિવ્ય શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.

સદગુરૂ સાધના કેન્દ્ર દ્રારા આયોજીત આ કાર્યક્રમનું સંચાલન મનહરભાઈ ઠક્કર તેમજ ગાંધીનગરના સંગીતકાર, સ્કાઉટ માસ્ટર કશ્યપભાઈ ઠકકરે કર્યું હતું.ભજનસંધ્યાના આ કાર્યક્રમમાં થરાના પરમ વંદનીય સંત મમતા મૈયાજી,ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી કીર્તીસિંહજી વાઘેલા,થરાના જલારામ સેવકો અચરતલાલ ઠકકર, પ્રહલાદભાઈ ઉણવાળા,નિરંજનભાઈ ઠકકર, સુંદરકાંડ મંડળના અરવિંદભાઈ ઠકકર, હારિજ સદગુરૂ સાધના કેન્દ્રના સંચાલક ગોવિંદભાઈ ઠકકર સહિત અનેક સત્સંગીઓ ખાસ હાજર રહ્યા હતા.

પ્રાર્થના,ભજન,ધ્યાન થી ઉપસ્થિત શ્રધ્ધાળુઓએ આવા કાર્યક્રમ વારંવાર થાય તેવી વિનંતી કશ્યપભાઈ ઠકકરને કરી હતી.સદગત કાંતિકાકા ઠકકર થરાની એક આગવી આધ્યાત્મિક ઓળખ સમાન હતા.

Related posts

*HELLO MORBI:મોરબી તાલુકા પો.સ્ટે.ના લેન્ડગ્રેબીંગના ગુનાના કામે બે નાસતા ફરતા આરોપીઓનેપકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેરનાં આંણદપર નવાગામ ખાતે રૂપિયા 𝟒.𝟓𝟎 કરોડનાં ખર્ચે માઇનોર બ્રિજ નું ખાતમુહૂર્ત ધારાસભ્ય સોમાણીનાં વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીએ મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું*

editor

Leave a Comment