• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મહેસાણા રઘુવંશી લોહાણા સમાજના પ્રમુખની વસમી વિદાય* 

 

મહેસાણા રઘુવંશી લોહાણા સમાજ તેમજ જલારામ ધામ ફાઉન્ડેશનના પ્રમુખ,કાંકરેજ તાલુકાની ઉણ હાઈસ્કૂલના નિષ્ઠાવાન પ્રમુખ, મહેસાણા દૂધ સાગર ડેરીના નિવૃત અધિકારી એવા ખૂબ જ નિજાનંદી,કર્મઠ, પરગજુ,હસમુખા,પરિવારપ્રેમી,સમાજ પ્રેમી ,સેવાભાવી,અનેક સત્કાર્યોના સહયોગી,કેળવણીપ્રેમી,અદના નિષ્ઠાવાન કાર્યકર માનનીય શ્રી અમૃતભાઈ કરમસીભાઈ ઘેલાનું દુઃખદ નિધન થતાં સમગ્ર ઉતર ગુજરાતના લોહાણા સમાજમાં ઘેરા આઘાતની લાગણી ફેલાઈ છે.સદગતની સ્મશાનયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં સ્વજનો,પરિચિતો અને સમાજજનો જોડાયા હતા.

મહેસાણા લોહાણા સમાજને સંગઠિત રાખવામાં તેમજ મહેસાણા જલારામ મંદિરના નિર્માણમાં તેમની મહત્વની ભૂમિકા હતી.મહેસાણા ડેરીમાં વર્ષો સુધી એક ઉચ્ચ અધિકારી તરીકે સેવા આપી અનેકજનોની તેમણે આગવી ચાહના પ્રાપ્ત કરી હતી.એમના દેહાવસાનથી મહેસાણા સહિત સમગ્ર રઘુવંશી લોહાણા સમાજને કયારેય ના પૂરી શકાય તેવી ખોટ પડી છે.

વિશ્ર્વ લોહાણા મહા પરિષદ સહિત ઉતર ગુજરાતનાં તમામ લોહાણા મહાજનોએ સદગત અમૃતલાલ કે.ઘેલાને શ્રધ્ધાંજલી અર્પણ કરેલ છે.

Related posts

*દુઃખદ અવસાન ટેલીફોનીક બેસણું*

Hello Morbi

ભારતરત્ન વડાપ્રધાન શ્રી અટલબિહારી બાજપાયી નાં જન્મદિવસ ને સુશાસન દિવસ તરીકે ની ઉજવણી. બાલંભા માં

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી: શ્રી આવાસની મેલડી મંડળ દ્વારા પ્રથમ સમુહલગ્ન નું આયોજન : 5 યુગલો લગ્નગ્રંથીથી જોડાશે*

editor

Leave a Comment