• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:અધ્યયન મંડળ મોરબી દ્વારા ભાગવતાચાર્ય શ્રી ભાણદેજી મહારાજનું ભારતીય મનોવિજ્ઞાન પર એક વ્યાખ્યાન અધિમાસિક બૌદ્ધિક સત્રનું આયોજન કરવામાં આવ્યું છે*

અધ્યયન મંડળ મોરબી દ્વારા
આવતા ગુરુવારે ભાગવતાચાર્ય શ્રી ભાણદેજી મહારાજનું ભારતીય મનોવિજ્ઞાન પર એક વ્યાખ્યાન અધિક જેઠ સુદ ૧૨, દિનાંક ૨૮/૦૫/૨૬ને ગુરુવારે રાત્રે ૯ વાગ્યે માસિક બૌદ્ધિક સત્રનું આયોજન કરવામાં આવ્યું છે, આ કાર્યશાળા નવા સરસ્વતી શિશુમંદિર, શનાળા, મોરબી રાજકોટ હાઇવે, શનાળા પટેલ સમાજની બાજુમાં સ્થાને યોજાશે. આ કાર્યશાળામાં મોરબી પાસે જોધપુર ગામે સરસ્વતી નિકેતન આશ્રમના ભાગવતાચાર્ય શ્રી ભાણદેવજી મહારાજ જેઓ ભારતીય મનોવિજ્ઞાન વિષય પર વ્યાખ્યાન આપશે.ભાણદેવજીએ અનેક પુસ્તકોનું સર્જન કર્યું છે અને તેમણે ભારતીય મનોવિજ્ઞાન પર એક દળદાર પુસ્તક પણ લખ્યું છે. ભાણદેવજીને સાંભળવા એ લાહવો છે, તો કાર્યક્રમ સમયસર ઉપસ્થિત રહો તેવી નમ્ર અભિલાસા.આ કાર્યશાળામાં પ્રેક્ષકો દ્વારા ચર્ચા પણ કરવામાં આવશે.આ કાર્યશાળા છેલ્લા ૪ વર્ષથી સાતત્યપૂર્ણ ચાલે છે, રાષ્ટ્ર જીવનને સ્પર્શતા વિવિધ વિષયોને લઈને ચર્ચા પણ કરવામાં આવે છે. રાષ્ટ્રની ઉન્નતિમાં અધ્યયનશીલ અને રાષ્ટ્રપ્રેમી સારા વિચારકનું ખૂબ મોટું યોગદાન હોય છે તો આવા રાષ્ટ્રભક્ત લોકોને આ માસિક બૌદ્ધિક મિલન(કાર્યશાળા)માં જોડાવવા નમ્ર અપિલ કરવામાં આવે છે.આ કાર્યક્રમ ના રજીસ્ટ્રેશન માટે એક લીંક પણ આપવામાં આવી છે.

અધ્યયન મંડળ – મોરબી, કાર્યશાળા – ૫૫ *(વક્તા – શ્રી ભાણદેવજી)* માટે રજીસ્ટ્રેશન કરાવવા આપેલ લીંક પર માહિતી ભરી આપનું સ્થાન નિશ્ચિત કરો. https://forms.gle/vRH1K5SwmCZKgZQw8
અધ્યયન મંડળ મોરબી
સંયોજક -ડો જયેશ પનારા
સહસંયોજક
વિજયભાઈ રાવલ કમલેશભાઈ અંબાસણા
ભાવેશભાઈ હડિયલ

Related posts

*સદગતની સ્મૃતિ નિમિતે શાળાને ઇલેક્ટ્રોનિકસ ઉપકરણોની ભેટ*

Hello Morbi

*HELLO MORBI:જામનગર લોકસભા ના ઉમેદવાર પૂનમબેન માડમ ના સમર્થનમાં પ્રચારઅર્થે જોડીયા પંથકમાં બેઠકો યોજતા ચંદ્રિકાબેન અઘેરા*

editor

*કાલાવડના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા જન આશીર્વાદ યાત્રા અર્થે જોડિયા તાલુકા ના ગામડાઓમાં*

Hello Morbi

Leave a Comment