• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ તથા ઠા.કરશનભાઈ મેઘજીભાઈ કોટક ટ્રસ્ટ દ્વારા લોહાણા સમાજ ના વિદ્યાર્થીઓ માટે વિનામુલ્યે (નિ:શુલ્ક) ફુલ સ્કેપ નોટબુક વિતરણ તા.૨૦-૬ થી શરૂ*

*શ્રી લોહાણા મહાજન વાડી, સુધારાવાડી શેરી ખાતે દરરોજ સાંજે ૫ થી ૭ વિતરણ થશે*

મોરબી ઠા. કરશનભાઈ મેઘજીભાઈ કોટક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ દ્વારા લોહાણા સમાજ ના ધો-૫ થી કોલેજ સુધી ના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો માટે વિનામુલ્યે ફુલ સ્કેપ નોટબુક વિતરણ તા.૨૦-૬-૨૦૨૨ સોમવાર થી દરરોજ સાંજે ૫ થી ૭ કલાક દરમિયાન શ્રી લોહાણા મહાજન વાડી, સુધારાવાડી શેરી ખાતે થી કરવા મા આવશે. પ્રવર્તમાન વર્ષે લોહાણા સમાજ ના વિદ્યાર્થીઓને વિનામુલ્યે ફુલ સ્કેપ નોટબુક વિતરણ સ્વ. અમૃતલાલ લીલાધરભાઈ કોટક પરિવાર, સ્વ.પૂનમચંદભાઈ લીલાધર ભાઈ કોટક પરિવાર, પ્રવિણભાઈ કક્કડ (જનતા ક્લાસીસ) પરિવાર, હસમુખરાય ચીમનલાલ પુજારા પરિવાર, સી.પી. પોપટ પરિવાર, મનિષભાઈ ભોજાણી (સ્થાપત્ય કન્સટ્રક્શન) પરિવાર, પ્રતાપભાઈ વાલજીભાઈ ચગ પરિવાર, સ્વ.મનુભાઈ લીલાધરભાઈ ઠક્કર (ભાણાભાઈ દલાલ) પરિવાર, જમનાદાસભાઈ ભગવાનજીભાઈ ભોજાણી (આમરણ વાળા) પરિવાર ના સહયોગ થી અર્પણ કરવા મા આવશે. જેમા વિદ્યાર્થી ની માર્કશીટ ની ઝેરોક્ષ સાથે રાખવા ની રહેશે તેમ સંસ્થાએ યાદી મા જણાવ્યુ છે.
નોટબુક વિતરણ કાર્યક્રમ ને સફળ બનાવવા સંસ્થા ના ગીરીશભાઈ ઘેલાણી, જે.આઈ.પુજારા, નરેન્દ્રભાઈ રાચ્છ, જીતુભાઈ પુજારા, નિર્મિતભાઈ કક્કડ, હસુભાઈ પુજારા, નિકુંજભાઈ કોટક, અજયભાઈ કોટક, ચુનીભાઈ કોટક, હીરાલાલ કોટક, ઓજસભાઈ રવેશિયા, વિજયભાઈ અનડકટ સહીત ના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી લોહાણા વિદ્યાતેજક ફંડ
મોરબી

Related posts

*HELLO MORBI NEWS:મોરબીના બીએલઓ તરીકે ફરજ બજાવતા શિક્ષકોનું રાજ્ય અને જિલ્લાકક્ષાના બેસ્ટ બીએલઓ તરીકે સન્માન*

editor

*ચેટીચંદ નિમિતે ડીસાની પૂજ્ય ઝૂલેલાલ શોભાયાત્રાનું જલારામ મંદિર ખાતે કરવામાં આવેલ ભવ્યાતિભવ્ય સન્માન*

Hello Morbi

*જામનગર જીલ્લામાં કોંગ્રેસનો પંજો ફરીથી કમળને મસળી નાખે તેવા એંધાણ*

Hello Morbi

Leave a Comment