• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા રાષ્ટ્રભક્તિને નવા આયમ સાથે વ્યક્ત કરવા રાષ્ટ્રીય સમૂહ જ્ઞાન સ્પર્ધાનું આયોજન નીલકંઠ વિદ્યાલય મોરબી ખાતે કરાયું*

ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા રાષ્ટ્રભક્તિને નવા આયામ સાથે વ્યક્ત કરવા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા-૨૦૨૨ નું આયોજન તા. ૦૭/૦૮/૨૦૨૨ નાં દિવસે નિલકંઠ વિદ્યાલય ,રવાપર રોડ, મોરબી ખાતે કરવામાં આવ્યુ હતું જેમાં મોરબી જિલ્લામાં આવતી શાળાઓમાંથી ૬૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ અને દેશ ભક્તિનાં ગીતો રજૂ કરી ખૂબ જ સુંદર દેખાવ કરેલ. આ સ્પર્ધામાં મુખ્ય અતિથી તરીકે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ ના મોરબી જિલ્લા સંઘચાલક શ્રી લલિતભાઈ ભાલોડીયા તેમજ નિલકંઠ વિદ્યાલય મોરબી વતી તેના પ્રતિનિધિ શ્રીમતી દિપ્તીબેન સાવરિયા હાજર રહેલ. આ સ્પર્ધામાં ડો. ભાવનાબેન ભટ્ટ અને ડો. પ્રેયસભાઈ પંડ્યા એ નિર્ણાયક તરીકે મહત્ત્વની ભૂમિકા ભજવેલ.

રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા ૨૦૨૨ ના વિજેતાઓમાં

પ્રથમ ક્રમે નવયુગ સંકુલ – વિરપર તથા દ્ધિતીય ક્રમે રાઉન્ડ ટેબલ સરસ્વતી પ્રાથમિક વિદ્યાલય-હળવદ તથા તૃતીય ક્રમે શ્રી સરસ્વતી શિશુમંદિર -હળવદ વિજેતા થયેલ.વિજેતા થયેલ તમામ સ્પર્ધકો ને શિલ્ડ અને પ્રમાણપત્ર “અભય ઈલેક્ટ્રીક્સ કંપની-મોરબી” દ્રારા આપવામાં આવેલ.

આ સ્પર્ધાના મુખ્ય સંયોજક તરીકે ધ્રુમીલભાઈ આડેસરા તેમજ સહસંયોજક તરીકે હિંમતભાઈ મારવણીયા રહેલ. આ કાર્યક્રમનું સફળ સંચાલન દિલીપભાઈ પરમાર અને રવિન્દ્રભાઈ ત્રિવેદી દ્રારા કરવામાં આવેલ. ભારત વિકાસ પરિષદ-મોરબીનાં પ્રમુખશ્રી ડો.જયેશભાઈ પનારા અને વરિષ્ઠ સભ્યો મનહરભાઈ કુંડારિયા, ચિરાગભાઈ હોથી,રમેશભાઈ છૈયા, વિનુભાઈ મકવાણા, દિનેશભાઈ હુંબલ વગેરેએ આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવેલી.

Related posts

ભાવનગરમાં ભા.જ.પા.ના પીરછલ્લા વોર્ડ નં.6 ના મધ્યસ્થ કાર્યાલયનુ કરાયુ ઉદ્દઘાટન

Hello Morbi

*HELLO MORBI:ભાવપર ગામની સીમ માંથી ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલો નંગ-૧૫૦મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

*HELLO MORBI NEWS:હળવદ પો.સ્ટેના અપહરણ ના ગુનામાં નાસતા ફરતા આરોપી તથા ભોગબનનારને મહેસાણા જીલ્લાના બાવલુ ખાતેથી પકડી પાડતી મોરબી AHTU ટીમ*

editor

Leave a Comment