• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*શ્રી હડીયાણા કન્યાશાળામાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરવામાં આવી*

રિપોર્ટર::શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ::હડિયાણા..

જામનગર જિલ્લાની જોડિયા તાલુકાની શ્રી હડીયાણા કન્યા શાળામાં આજરોજ શાળાની વિદ્યાર્થીની બહેનો દ્વારા જ ગણેશ સ્થાપના કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓમાં ઉત્સવો અંગેની સમજ કેળવવા તથા બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવાના ઉમદા હેતુથી તથા બાળકોમાં પર્યાવરણ બચાવો અંગેની જાગૃતિ કેળવવા માટે આજરોજ શાળાની વિદ્યાર્થીની બહેનો દ્વારા માટીમાંથી બનાવેલા ઇકો ફ્રેન્ડલી ગણેશની સ્થાપના શ્રી હડીયાણા કન્યા શાળામાં કરવામાં આવી હતી. જેમાં શાળાના તમામ વિદ્યાર્થીનીઓ સહભાગી થઈ હતી. આજે ગણેશ વંદના કરી અને શાળામાં ગણેશની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. આગળના આયોજનમાં શાળાના દરેક બાળકોને આરતીનો લાભ મળે એ માટે દરરોજ એક ધોરણની બહેનોને આરતીનો લાભ આપવામાં આવશે. શાળાના મદદનીશ શિક્ષિકા દેવાંગીબેન બારૈયાના માર્ગદર્શન હેઠળ બાળકોએ ગણેશજીની માટેની મૂર્તિ બનાવી હતી. ઉપરાંત હડીયાણાના સી.આર.સી. કનુભાઈ જાટીયા અને શાળાના આચાર્યશ્રી અરવિંદ એન મકવાણા દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. ઉપરાંત શાળાની તમામ શિક્ષકો તથા વિદ્યાર્થીની બહેનોએ આ કાર્યમાં ઉત્સાહસહભર ભાગ લીધો હતો..

 

Related posts

ગુજરાતમાં આ જિલ્લામાં ભીડભાડવાળી જગ્યાથી આવાતા લોકોનો ફરજીયાત થશે રેપિડ ટેસ્ટ, કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું

Hello Morbi

*HELLO MORBI:મોરબી પહેલા બન્યું રામમય, પછી બન્યું યોગમય*

editor

*HELLO MORBI NEWS:કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીની સૂચનાથી મોરબી જિલ્લાની સરકારી કચેરીઓમાં કર્મચારીઓની સમયસર હાજરી બાબતે આકસ્મિક મુલાકાત લેતાં અધિકારીઓ*

editor

Leave a Comment