• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જિલ્લા શિક્ષણાધિકારીશ્રી જામનગર અને ઇસરોના વિજ્ઞાનીઓની હાજરીમાંબાલવૈજ્ઞાનિકોનો વિજ્ઞાન પ્રયોગ મહોત્સવ યોજાયો*

જિલ્લા શિક્ષણાધિકારીશ્રી જામનગર અને ઇસરોના વિજ્ઞાનીઓની હાજરીમાં
બાલવૈજ્ઞાનિકોનો વિજ્ઞાન પ્રયોગ મહોત્સવ યોજાયો….
શ્રી એમ ડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ ધ્રોલ સંચાલિત અને ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત એમ ડી મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર ધ્રોલ દ્વારા બાળકો નાના પ્રયોગો આજે કરે અને ભવિષ્યમાં આજ નાના પ્રયોગો નવી નવી શોધોનો રસ્તો બને તે ઉદેશથી ભારતમાં માત્ર લોકવિજ્ઞાનકેન્દ્ર ધ્રોલ પર બાળકોને બાળવિજ્ઞાનીનાં પથ પર લઇ જતા ચાઈલ્ડ સાયન્ટિસ્ટ કોર્ષ ચાલી રહ્યો છે સમગ્ર જામનગર જિલ્લાની સરકારી બિનસરકારી પ્રાથમિક માધ્યમિક શાળા ના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના બાળકો આ કોર્ષમાં સમગ્ર વર્ષ મહિનાના પ્રથમ અને ત્રીજા રવિવારે ચાર કલાક માટે આવે છે વર્ષમાં 26 વિજ્ઞાન ગણિતના ટોપિક નું પ્રાયોગિક જુથકાર્ય કરે છે સમગ્ર વર્ષ ના વાર્ષિક પ્રેઝન્ટેશન ના ભાગરૂપે વર્ષને અંતે બાલવૈજ્ઞાનિકોના એક દિવસીય ” વિજ્ઞાન પ્રયોગ મહોત્સવ ” નું આયોજન થાય છે. આ વર્ષે જામનગર જિલ્લા શિક્ષણાધિકારીશ્રી વિપુલભાઈ મહેતા , ઇસરોના નિવૃત વિજ્ઞાની શ્રી દીપકભાઈ પંડ્યા , શ્રી વિનોદભાઈ પટેલ , શ્રી જીગ્નેશભાઈ રાવલ સંસ્થાના સેક્રેટરીશ્રી સુધાબેન ખંઢેરીયા ની હાજરીમાં બાલવૈજ્ઞાનિકોનો વિજ્ઞાન પ્રયોગ મહોત્સવ વિજ્ઞાનનો જાદુ લાગે એ રીતે દીપ પ્રાગટ્ય કરી ખુલો મુકેલ. સંસ્થા ડો સંજય પંડ્યાએ કાર્યક્રમની પૂર્વભૂમિકા રજુ કરેલ .જિલ્લામાં વિજ્ઞાનક્ષેત્રે થતા લોકવિજ્ઞાનકેન્દ્ર દ્વારા થતા શાળાકીય કાર્યોમાં જિલ્લાશિક્ષણાધિકારીશ્રીનાં સહયોગ બદલ તેઓનું સન્માન તેમજ ઈસરો ના વિજ્ઞાનીઓ જિલ્લાના બાળકોને પ્રત્યક્ષ પધારી પ્લેટફોર્મ આપી રહ્યા છે તેઓનું સન્માન યોજેલ . 200+ વિજ્ઞાન પ્રયોગો રજુ કરવામાં આવેલ.આ ઉપરાંત મહોત્સવમાં હું આપની મદદ કરી શકું ?? ડીઝીટલ ફ્રોડ અને સિક્યુરિટી હેતુથી જનતાને માટે રાખેલ , 33 પેનલનું પ્રદર્શન “જિંદગીને કહો હા વ્યસનને કહો ના ” પ્રદર્શન યોજેલ , આઈ પી લેબ પ્રવૃત્તિ કોર્નર ના 3ડી પ્રિન્ટર સહિતના મોડેલ્સ મુકેલ . બાળકોએ ઈસરો ના વિજ્ઞાનીઓ સાથે ઈસરો સંસ્થાના કાર્ય અંગે સંવાદ કર્યો કાર્યક્રમના અંતિમ ચરણમાં તમામ બાળકોને સમગ્ર વર્ષ તેની સક્રિય સામેલગીરી બદલ “વિજ્ઞાન રત્ન એવોર્ડ ” અને સર્ટિફિકેટ એનાયત થયેલ. સમગ્ર વર્ષ વેસ્ટેડ પ્લાસ્ટિકને બોટલમાં પુરી જે બાળકોએ 50 જેટલી ઈકોબ્રીક્સ જમા કરાવેલ તેઓને “ઈકોફ્રેન્ડ ” એવોર્ડ એનાયત કરવામાં આવેલ. સંસ્થાના ચેરમેનશ્રી ધર્મેશભાઈ મહેતા એ જિલ્લા ના બાળકો આવા પ્રકારના કોર્ષ અને કાર્યમાં વધુમાં વધુ સામેલ થાય તે માટે અનુરોધ કરેલ છે વધુ માહિતી માટે લોક વિજ્ઞાનકેન્દ્ર ધ્રોલના એજ્યુકેશન ડાયરેક્ટર ડો સંજય પંડ્યાનો સંપર્ક કરવો
*(લલિત નિમાવત દ્વારા*)

Related posts

*HELLO MORBI:મોરબી તાલુકાના સાપર ગામની સીમ, પાવડીયાળી કેનાલ ક્રિષ્ના કિરાણા દુકાનમાંથી ગેરકાયદેસર નશીલા આર્યદેવીક શીરપનો જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*HELLO MORBI:સીમા જનકલ્યાણ સમિતિ સંચાલિત સીમા જાગરણ મંચ સૌરાષ્ટ્ર પ્રેરિત વિસ્થાપિત હિન્દુ સહાયતા કેન્દ્ર નો મોરબી ખાતે શુભારંભ*

editor

*શાળા બંધ છે શિક્ષણ નહીં સુત્રને સાર્થક કરતા હડિયાણા કન્યાશાળા ના શિક્ષકો*

Hello Morbi

Leave a Comment