• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેર સિટી પોલીસ ની ટીમે પોકેટ કોપની મદદથી બાઈક ચોરી કરનાર શખ્સ ને ઝડપી પાડ્યો*

 વાંકાનેર : તા ૧૫ વાંકાનેરમાં ચોરી થયેલા બાઇકને સિટી પોલીસની ટીમે પોકેટ કોપની મદદથી શોધી કાઢી બાઇકની ચોરી કરનાર ગેરેજવાળા શખ્સની ધરપકડ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

ટેકનીકલ સોર્સનો અભ્યાસ કરી તેમજ હ્યુમન સોર્સથી તેમજ પોકેટ કોપનો ઉપયોગ કરી વાંકાનેર સીટી પો.સ્ટે એ-પાર્ટ ગુ.૨.નં-૯૪૬/૨૨ આઈ.પી.સી કલમ-૩૭૯ના કામે એક હીરો કંપનીનુ સ્પ્લેન્ડર મૉટરસાઈકલ રજી.નંબર- GJ-36-A-1855 જે અમરસર ફાટક પાસેથી ચોરી થયેલ હોય, આ અનડીટેક્ટ ગુન્હો તેમજ ઈ-એફ.આઈ.આર ને ગણતરીની કલાકોમા શોધી કાઢવામા સફળતા મળેલ છે.

આ બાઇકની ચોરી કરનાર આકીબભાઈ આબીદભાઈ કડીવાર ઉવ.૨૨ ધંધો-ગેરેજનો રહે.પીપડીયારાજ નવી મસ્જીદ પાસે તા.વાંકાનેરવાળાની ધરપકડ કરી બાઇક કબ્જે કર્યું છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર કે.એમ છાસીયા, પોલીસ હેડ કોન્સ યશપાલસિંહ પરમાર, હરદીપસિંહ ઝાલા, હરપાલસિંહ પરમાર, પોલીસ કોન્સ દીવ્યરાજસિંહ ઝાલા, કુષ્ણરાજસિંહ ઝાલા, ધર્મરાજભાઇ ગઢવી તથા પ્રતિપાલસિંહ રોકાયેલ હતા.

Related posts

*મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મોરબી હેપ્પી રીટાયર્ડ ગૃપ દ્વારા મહાપ્રસાદ યોજાયો*

Hello Morbi

*ફિલ્મીઢબે કારનો પીછો કરી વિદેશી દારૂની 269 બોટલ ઝડપી લેતી મોરબી એલ.સી.બી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેરનાં આંણદપર નવાગામ ખાતે રૂપિયા 𝟒.𝟓𝟎 કરોડનાં ખર્ચે માઇનોર બ્રિજ નું ખાતમુહૂર્ત ધારાસભ્ય સોમાણીનાં વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું*

editor

Leave a Comment