• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીના દુર્ઘટના ગ્રસ્ત ઝુલતાપુલની મુલાકાત લેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી*

વડાપ્રધાનશ્રીએ દુર્ઘટનાના ફર્સ્ટ રિસ્પોન્ડન્ટસ

અને રેસ્ક્યુ ટીમનાં સભ્યો સાથે વાત કરી

૦૦૦૦૦૦

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સતત ત્રીજા દિવસે મોરબીની મુલાકાતે: વડાપ્રધાનશ્રીને રાહત કામગીરી વિશે વિગતવાર માહિતી આપી

૦૦૦૦૦૦

માહિતી બ્યુરો, મોરબી

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ મોરબીના દુર્ઘટનાગ્રસ્ત થયેલા ઝુલતા પુલની આજે મુલાકાત લીધી હતી. વડાપ્રધાનશ્રીએ પુલ તૂટ્યા બાદ મચ્છુ નદીમાં ચાલી રહેલી રાહત-બચાવની કામગીરીનું જાત નિરીક્ષણ કરતા સમીક્ષા કરી હતી. વડાપ્રધાનશ્રીએ આ હોનારત જ્યાં બની હતી તે પુલની મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત લઈ નેવી, આર્મી, એરફોર્સ, એસડીઆરએફ, એનડીઆરએફ, ફાયર વિભાગ દ્વારા થઈ રહેલી રાહત-બચાવ અને શોધખોળની કામગીરીનું નિરિક્ષણ દરબારગઢ મહેલમાંથી કર્યું હતું તેમજ આ દુર્ઘટના વિશે વિગતવાર માહિતી મેળવી હતી.

વડાપ્રધાનશ્રીએ આજે ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી શરૂ કરનાર ફર્સ્ટ રિસ્પોન્ડન્ટસ અને અલગ-અલગ રેસ્ક્યુ ટીમનાં સભ્યો સાથે વાત કરી તેમના પ્રયાસોની સરાહના કરી હતી. વડાપ્રધાનશ્રીએ માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી કે.એન. ઝાલા પાસેથી ઝૂલતા પુલ અને હોનારતના ટેકનીકલ પાસાઓ વિશે માહિતી મેળવી હતી. પ્રધાનમંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, સાંસદશ્રી સી. આર. પાટીલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

પારૂલ/વિરેન્દ્રસિંહ ૦૦૦૦૦૦

Related posts

*HELLO MORBI NEWS: મોરબી:હાઉસિંગબોર્ડકા રાજા ગણેશ ઉત્સવ મા શહેરી જનોને પધારવા જાહેર નિમંત્રણ*

editor

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે સ્વ.બાબુલાલ ઝવેરચંદ કારીયા (આર્ય પાન) પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીની નવયુગ કોલેજ દ્વારા ભવ્ય સ્પેસ એક્સિબિશન યોજાયું*

editor

Leave a Comment