• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હળવદ રાણેકપર રોડ પરથી દારૂની દસ બોટલો સાથે એક ઝડપાયો*

હળવદના રાણેકપર રોડ પર એક યુવકની વિદેશી દારૂ સાથે હળવદ પોલીસે ધરપકડ કરી છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે પોલીસ તપાસમાં અન્ય આરોપીનું નામ ખૂલતાં તેને કાયદાના સકંજામાં લેવા પોલીસ તજવીજ હાથ ધરી છે.

 

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસની ટીમ રાણેકપર રોડ સુકુન બંગ્લોઝ પાસે પેટ્રોલિંગમાં હતી. જ્યાં આરોપી સાગર નવઘણભાઈ ઉડેચા મળી આવ્યો હતો. જેથી પોલીસે તેની તલાશી લેતા આરોપી સાગર પાસેથી રૂ.૧૦૦૦ની કિમતની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 10 બોટલ મળી આવી હતી. પોલીસની સઘન પૂછપરછમાં અન્ય આરોપી રાજેશ નવઘણભાઈ ઉડેચાનું નામ ખૂલતાં પોલીસે બંને વિરુદ્ધ પ્રોહી કલમ-૬૫(એ)(ઇ),૧૧૬(બી),૮૧ મુજબ ગુનો નોંધીને આરોપી રાજેશ ને ઝડપવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને આરોપી સાગર ની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

કોરોના વેક્સિનને લઈને ખરાબ સમાચાર:ભારતમાં કોવીશીલ્ડ વેક્સિનની ગંભીર આડઅસરનો પ્રથમ કેસ, ડોઝ લેનારે રૂ. પાંચ કરોડનું વળતર માંગ્યું

Hello Morbi

*મોરબીના રવાપર રોડ પર નરસંગ ટેકરી પાછળ સરસ્વતી હાઇટ્સ એપાર્ટમેન્ટ માં પાર્કિંગ કરેલી સ્કોર્પિઓ કાર ની ચોરી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી એસટી ડેપો ની મુલાકાત લેતા મોરબી જિલ્લા કલેકટરશ્રી ખરે સાહેબ*

editor

Leave a Comment