• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાયપુર (છત્તીસગઢ) ખાતે લોહાણા મહા પરિષદ દ્રારા એવોર્ડથી સન્માનિત થશે ભાભરના સુરેશભાઈ રંગોલી*

વિશ્ર્વ લોહાણા મહા પરિષદ દ્રારા દર વર્ષે વિવિધ કેટેગરીના વિશ્ર્વ લોહાણા સમાજના પ્રતિભા સંપન્ન મહાનુભાવોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે.ડિસેમ્બરમાં તારીખ 17 થી 19 શુક્રવાર થી રવિવાર દરમિયાન વિશ્ર્વ લોહાણા મહાપરિષદ કારોબારી તેમજ મધ્યસ્થ મહાસમિતિની મહત્વની બેઠક છત્તીસગઢ રાજ્યની રાજધાની રાયપુર ખાતે મળી રહેલ છે.

આ બેઠકમાં ભાભરના સુરેશભાઈ રંગોલી કે જેઓ માનવસેવા,ગૌસેવા તેમજ અન્નસેવા સાથે સંકળાયેલ છે તેમનું રઘુવંશી માનવ સેવા પ્રતિભા એવોર્ડથી દબદબાભેર સન્માન કરાશે.વિશ્ર્વ લોહાણા મહા પરિષદ ના કર્મઠ,જાગૃત,ઉત્સાહી પ્રમુખ સતીષભાઈ વિઠલાણીના માર્ગદર્શન હેઠળ બનેલ એવોર્ડ પસંદગી સમિતિએ સુરેશભાઈ રંગોલીની માનવસેવાને ધ્યાનમાં લઈ તેમની એવોર્ડ માટે પસંદગી કરેલ છે.લોહાણા મહાપરિષદ ઉતર ગુજરાત ઝોનના પ્રમુખ ભગવાનભાઈ બંધુ,ડીસા લોહાણા મહાજનના પ્રમુખ રજનીભાઈ કુવરવાળા,મંત્રી દિનેશભાઈ દીપવાળા તેમજ અગ્રણીઓ સર્વ કનુભાઈ આચાર્ય,દીલીપભાઈ વકીલ,નિલેષભાઈ ઠકકર,બાબુભાઈ પ્રાઈમવાળા,દેવચંદભાઈ એન.ઠકકર,તારાચંદભાઈ મજેઠીયા,દીલીપભાઈ રતાણી,અતુલભાઈ એસ.ઠકકર,પ્રકાશભાઈ ઓઢાવાળા,આનંદભાઈ પી.ઠકકર,મહેશભાઈ ઉડેચા,કમલેશભાઈ રાચ્છ,દિનેશભાઈ ચોકસી સહિત સૌએ સુરેશભાઈ રંગોલીને અભિનંદન આપી રાજીપો વ્યક્ત કરેલ છે.રાયપુરની મીટીંગમાં ઉતર ગુજરાતમાંથી વધારે અગ્રણીઓ ઉપસ્થિત રહે તેવી આશા રાખવામાં આવી છે.

Related posts

*HELLO MORBI NEWS: મોરબી: આયુષ હોસ્પિટલમાં એનેસ્થેસિયા ટીમ અને પ્લાસ્ટિક સર્જન ડૉ.આશિષ હડીયલ દ્વારા સફળતાપૂર્વક સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું*

editor

*HELLO MORBI:મોરબી મોરારિબાપુની ચાલતી કથા માં લોકો ને આવવા જવા માટે નગરપાલિકા મફત બસ સેવા લોકો માટે ચાલુ કરે .મહેશરાજ્યગુરુ*

editor

સૂલતાનપુર શાળા માં વેશભૂષા સાથે સરળ શિક્ષણ અપાયું

Hello Morbi

Leave a Comment