• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી જિલ્લામાં રાસાયણિકખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ*

 

મોરબી નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ)ની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, હાલ મોરબી જિલ્લાના પાંચ તાલુકા સેન્ટર પર કૃષિપાકો માટે યુરિયાનો ૭૦૮૩ મેટ્રિક ટન અને ડીએપી રાસાયણિક ખાતરનો ૧૧૦૦ મેટ્રિક ટન જથ્થો ઉપલબ્ધ છે.

રવી સીઝનમાં હાલ મોરબી જિલ્લામાં ૩૨૦૯૫ હેક્ટરમાં ઘઉં, ૨૬૫૧૦ હેક્ટરમાં ચણા, ૯૦૬૮ હેક્ટરમાં રાયડો, ૭૪૧૫ હેક્ટરમાં ઘાસચારો, ૨૬૦૨૨ હેક્ટરમાં જીરૂ, ૭૫૧૦ હેક્ટરમાં ધાણા, ૪૬૮૫ હેક્ટરમાં વરિયાળી, ૧૭૩૯ હેક્ટરમાં લસણ અને ૧૬૧૬ હેક્ટરમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે. આ શિયાળું પાક માટે યુરિયા અને ડીએપી સહિતના રાસાયણિક ખાતરનો કુલ ૧૨૩૩૦ મેટ્રિક ટનથી વધુ જથ્થો ઉપલબ્ધ છે જે પર્યાપ્ત માત્રામાં છે.

Related posts

*કાપડિયા પરિવાર લાડકી દીકરી દિયા કાપડિયા નો આજે જન્મ દિવસ*

Hello Morbi

*કોડીનાર વેરાવળ નેશનલ હાઇવેનો એક અદભૂત નજારો અને સરકારનો કરીશ્મા*

Hello Morbi

*72માં જિલ્લાકક્ષાના વન મહોત્સવની ઉજવણી મોરબી ખાતે કરાશે આવતીકાલે રાજયકક્ષાના મંત્રી ધમેન્‍દ્રસિંહ જાડેજાના હસ્તે ખોખરા હનુમાનજી ધામ ખાતે વૃક્ષારોપણ કરાશે*

Hello Morbi

Leave a Comment