• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: બગસરા પ્રાથમીક શાળામાં વ્યસન જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઈ*

*બગસરા પ્રાથમીક શાળામાં વ્યસન જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઈ*

 

માળીયા મી : આજ રોજ તારીખ ૨૦ ડિસેમ્બરના રોજ ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયાના સયુંકત ઉપક્રમે 

બગસરા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં વ્યસનની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ૫૦ વિદ્યાર્થી ઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો અને પોતાની આવડત મુજબ વ્યસનની જાગૃતિ અંતર્ગત ચિત્ર દોરેલ હતા.

 

આ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબર દ્વિતીય નંબર અને તૃતીય નંબર પરના જે વિજેતા બન્યા હતા. એ વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. આ તકે રમાબેન ભટ્ટ તાલુકા સુપર વાઇઝર દ્વારા તમાકુના વ્યસનની જાગૃતિ અંગે, વ્યસનની શારીરિક અસરો, આર્થિક અસરો વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને દરેક વિદ્યાર્થીઓને તમાકુ મુક્ત રહેવા અને પોતાના પરિવારને પણ વ્યસનમુક્ત રહેવા અનુરોધ કર્યો હતો.

 

આ કાર્યક્રમમાં તાલુકા સુપર વાઈઝર ભટ્ટ રમાબેન , પ્રા.આ.કેન્દ્ર વવાણીયાનાં હેલ્થ સુપરવાઈઝર નરેશ પરમાર , એમ.પી.એચ.ડબ્લ્યુ, એફ.એચ. ડબલ્યુ તથા આર.બી.એસ.કે. ડો. જલ્પાબેન કાવર હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી અને સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

Related posts

*આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આર્યુવેદિક અને હોમિયોપેથીક કેમ્પ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI: મિષ્ટી’ પ્રોજેક્ટ હેઠળ મોરબીમાં વન વિભાગ દ્વારા વર્ષ દરમિયાન૨૫૦ હેક્ટરમાં ૧૦ લાખથી વધુ ચેરની સિંગનું વાવેતર કરસે*

editor

*મોરબી જલારામ મંદિર ના અગ્રણીઓ દ્રારા નિર્માણાધિન રામધામ ની મુલાકાત લઈ રઘુવંશી સમાજ ના સ્વપ્નદ્રષ્ટા અગ્રણી શ્રી જીતુભાઈ સોમાણી નુ સન્માન કરવા મા આવ્યુ*

Hello Morbi

Leave a Comment