• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી રોજગાર કચેરીના કોલ સેન્ટરનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઇ-લોકાર્પણ*

રોજગાર વાંચ્છુ યુવાનો, સરકારી નોકરીની તૈયારી કરતાં યુવાનો ૬૩૫૭ ૩૯૦ ૩૯૦ નંબર પર ફોન કરીને રોજગારલક્ષી યોજનાઓ અને કામગીરીની માહિતી મેળવી શકશે

મોરબી : મોરબી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને વીડિયો કોન્ફરન્સ હોલમાં યોજાયેલ કાર્યક્રમ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે મોરબી જિલ્લા રોજગાર કચેરીના કોલ સેન્ટરનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ એપ્રેન્ટીસશીપ તાલીમ યોજના અંગેની પુસ્તીકાનું વિમોચન પણ કર્યું હતું.

 

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જિલ્લા રોજગાર કચેરીના કોલ સેન્ટરના ઇ-લોકાર્પણ પ્રસંગે જણાવ્યું કે, હર હાથ કો કામ, હર ખેત કો પાની… એ રાજ્ય સરકારનું લક્ષ્ય છે. આ લક્ષ્યને સિદ્ધ કરવા માટે સરકાર રાજ્યના યુવાનોને વિવિધ યોજનાઓના માધ્યમથી રોજગારીની તકો પૂરી પાડી રહી છે. શ્રમેવ જયતેના સૂત્રને સાર્થક કરવા અને યુવાનો પોતાની કારકિર્દીની ઉજળી તકો ઉભી કરી શકે તે માટે રાજ્ય સરકારનું શ્રમ અને રોજગાર વિભાગ સતત પ્રયાસ કરી રહ્યું હોવાનું જણાવ્યું હતું.

 

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતના યુવાનોની શક્તિના આધારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નયા ભારતના સ્વપ્નને સાકાર કરવા રાજ્ય સરકાર સતત રોજગાર, રોજગારલક્ષી તાલીમો અને યુવાનો જોબ સીકર નહીં પરંતુ જોબ ગીવર બને તે દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.આ પ્રસંગે ગાંધીનગરથી શ્રમ અને રોજગાર મંત્રી દિલીપભાઇ ઠાકોરે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે, કોરોના કાળમાં પણ યુવાનોને રોજગારી મળી રહે તે માટે રાજ્ય સરકારે વર્ચ્યુઅલ ભરતી મેળા કરીને સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. ગુજરાતના યુવાનો દેશના સંરક્ષણ ક્ષેત્રમાં પણ આગળ આવે તે માટે સંરક્ષણ ભરતી મેળા અને લશ્કરમાં જોડાવવા અંગેની પરીક્ષાની પૂર્વ તૈયારી માટે લેખિત તેમજ શારીરિક તાલીમ માટેની યોજના અમલમાં હોવાનું મંત્રીશ્રી દિલીપભાઇ ઠાકોરે જણાવ્યું હતું. હવે રોજગાર વાંચ્છુ યુવાનો, સરકારી નોકરીની તૈયારી કરતાં યુવાનો ૬૩૫૭ ૩૯૦ ૩૯૦ નંબર પર ફોન કરીને રોજગારલક્ષી યોજનાઓ અને કામગીરીની માહિતી મેળવી શકશે તેમ કોલ સેન્ટરના ઇ-લોકાર્પણ પ્રસંગે મંત્રી દિલીપભાઇ ઠાકોરે જણાવ્યું હતું.

 

આ પ્રસંગે મોરબી રોજગાર કચેરી દ્વારા જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને આયોજિત કાર્યક્રમમાં ગાંધીનગરથી મુખ્યમંત્રીના હસ્તે કોલ સેન્ટરનું ઇ-લોકાર્પણ અને પુસ્તીકાર વિમોચનના સમગ્ર કાર્યક્રમને લાઇવ નીહળ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કોલ સેન્ટરમાં કોલ કરીને કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો.

 

મોરબી ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા રોજગાર અધિકારી બી.ડી. જોબનપુત્રા, સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા, આઇટીઆઇના પ્રિન્સીપાલ આર.બી. પરમાર, એનઆઇસીના સ્વેતાન શાહ સહિત રોજગાર કચેરી અને આઇટીઆઇના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*મોરબી અરજી જિલ્લા કક્ષાની મીડિયા સર્ટીફીકેશન એન્ડ મોનીટરીંગ કમીટીનાસભ્ય સચિવ અને સહાયક માહિતી નિયામકશ્રીને અરજી કરવાની રહેશે*

Hello Morbi

*HELLO MORBI:બથીયા પરીવાર કુળદેવી શ્રી રાંદલ માતાજીના સાનિધ્યમાં મુકામે તા. – 02/04/2023 ના રોજ હવનનું આયોજન*

editor

*મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો નિર્ણય*

Hello Morbi

Leave a Comment