• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:પ્રખર દેશ ભકત તેમજ આર્ય સમાજનાં પ્રચારક સુશ્રી અંજલીબેન આર્ય બન્યાં ડીસાનાં મહેમાન*

પ્રખર દેશ ભકત તેમજ આર્ય સમાજનાં પ્રચારક સુશ્રી અંજલીબેન આર્ય બન્યાં ડીસાનાં મહેમાન
બનાસકાંઠા જિલ્લાના અગ્રીમ વેપારી મથક ભાભર ખાતે કાચના મંદિરની બાજુમાં મહાદેવપુરા ખાતે આર્ય સમાજનાં પ્રખ્યાત દેશ ભકત ક્રાંતિકારી વક્તા બહેન સુશ્રી અંજલી આર્યા (હરિયાણા) નો તારીખ 7-1-2023 શનિવારથી તારીખ 11-1-2023 બુધવાર એમ પાંચ દિવસીય સત્સંગ ચાલુ છે.
સંતો સમગ્ર માનવ સમાજ માટે હિતકારી સત્કાર્યો કરતા હોય છે.જન્મે વિશ્ર્વકર્મા એવાં સુશ્રી અંજલીબેન આર્યા બનાસકાંઠા વિશ્ર્વકર્મા સમાજના આમંત્રણ તેમજ લાગણીને ધ્યાને લઈ ડીસા વિશ્ર્વકર્મા મંદિરે પધાર્યા હતાં.મુકિતધામ ડીસાના કર્મઠ અગ્રણી ચંદ્રકાંતભાઈ મિસ્ત્રીની વિનંતીથી તેઓ વાડીરોડ ડીસા સ્થિત મુકિતધામ ખાતે પધારતાં તેમનું જ્યોતિબેન પાઠક,ચારૂબેન બંધુ તેમજ લક્ષ્મીબેન આચાર્યે સાલ તેમજ ફૂલહારથી સન્માન કર્યું હતું.આ અવસરે અગ્રણીઓ સર્વ ડો.કિશોરભાઈ આસનાની,કનુભાઈ આચાર્ય,પ્રકાશભાઈ ભરતીયા,ભગવાનભાઈ બંધુ,દેવચંદભાઈ સોની,શાંતિલાલ વકીલ,ડો.એસ.ટી.કોટક,મહેન્દ્રભાઈ મેઘદૂત,છગનભાઈ સોની,ચંદ્રકાંતભાઈ મિસ્ત્રી,દિનેશભાઈ અરૂણોદય વિગેરેએ પણ પૂજ્ય અંજલીદીદીનું ફૂલછડીથી સન્માન કરી અહોભાવ વ્યક્ત કર્યો હતો.પૂજ્ય અંજલીદીદીએ મુકિતધામ ડીસાનાં દર્શન કરી વિશેષ આનંદની લાગણી વ્યક્ત કરી પોતાના પ્રવચન થકી સૌને આશીર્વાદ આપ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભગવાનભાઈ બંધુએ કર્યું હતું.

Related posts

*જામનગરમાં “પ્રોજેક્ટ મુસ્કાન” અંતર્ગત સ્લમ વિસ્તારોની ૧૦૧ દીકરીઓને સેનેટરી પેડ વિતરણ કરવામાં આવ્યા* 

Hello Morbi

*ટંકારામાં અશહ ગરમી બાદ મેઘરાજાની એન્ટ્રી આશરે એક ઈચથી વધુ વરસાદ પડતા ગરમીમાં થોડી રાહત મળી*

Hello Morbi

*મોરબી નગર પાલિકા દ્વારા રાત્રિ દરમિયાન રોડને સેનેટાઈઝર કરવાની કામગીરી કરાઇ*

Hello Morbi

Leave a Comment