• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ભારે પવન તથા ભારે વરસાદ ના કહેર વચ્ચે પણ અવિરત સેવા પ્રદાન કરતું મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર*

*ભારે પવન તથા ભારે વરસાદ ના કહેર વચ્ચે પણ અવિરત સેવા પ્રદાન કરતું મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર*

*ચાલુ વાવાઝોડાંએ વર્ષામેડી, ક્રિષ્નાહોલ, જુમાવાડી, ઝુંપડપટ્ટી, મેઘાણી સ્કુલ, યોગી સ્કુલ, ગર્લ્સ સ્કુલ, ન્યુ રેલવે કોલોની, વજેપરવાડી પ્રાથમિક શાળા,પરશુરામ ધામ સહીત ના સ્થળે ચાલુ વાવાઝોડાંએ હજારો ફુડ પેકેટ વિતરણ કરતા મોરબી જલારામ મંદિર ના આગેવાનો.*

*જો ચટ્ટાનો સે ટકરાએ ઉસે તુફાન કહેતે હૈ, ઔર જો તુફાનોસે ટકરાએ ઉસે ઈન્સાન કહેતે હૈ ની યુક્તિ સાર્થક કરતા મોરબી જલારામ મંદિર ના આગેવાનો.*

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા હરહંમેશ કુદરતી તેમજ માનવસર્જીત આફત સમયે અવિરત સેવા પ્રદાન કરવા માં આવે છે ત્યારે પર્વતમાન સમયે બિપરજોય વાવાઝોડાં ના કહેર વચ્ચે મોરબી જીલ્લા ના પ્રભાવિત વિસ્તાર ના સ્થળાંતરિતો માટે બંને ટાઈમ ભોજન પ્રસાદ ની વ્યવસ્થા શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા અવિરત કરવા માં આવી રહી છે. તંત્ર દ્વારા લોકો ને સ્થળાંતરિત કરી વિવિધ સલામત જગ્યા એ ખસેડવા માં આવેલ છે. તે જગ્યા એ રૂબરૂ જઈ મોરબી જલારામ મંદિર ના આગેવાનો ફુડ પેકેટ વિતરણ કરી રહ્યા છે.
મોરબી મુકામે મોરબી જલારામ મંદિર ના શ્રી ગીરીશભાઈ ઘેલાણી ની આગેવાની માં યોજાઈ રહેલ આ સેવા યજ્ઞ માં આજ તા.૧૬-૬-૨૦૨૩ નાં રોજ ભારે પવન તથા ભારે વરસાદ નાં કહેર વચ્ચે પણ દરેક આગેવાનો અડીખમ રહ્યા હતા. પોતાના જીવ ની પરવા કર્યા વગર લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો સેવાયજ્ઞ અવિરત ચાલુ રખાયો છે. જેમાં ચાલુ વાવાઝોડાં વચ્ચે વર્ષામેડી,ક્રિષ્ના હોલ, જુમા વાડી, ઝુંપડપટ્ટી, મેઘાણી સ્કુલ, ગર્લ્સ સ્કુલ, યોગી સ્કુલ, વજેપરવાડી પ્રાર્થમિક શાળા, ન્યુ રેલવે કોલોની, પરશુરામ ધામ ના સ્થળાંતરીતો ને હજારો ફુડ પેકેટ વિતરણ કરી ભરપેટ ભોજન પિરસી તેમની જઠરાગ્નિ તૃપ્ત કરી હતી.
મોરબી શ્રી જલારામ મંદિર ના સેવા કાર્ય માં ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, નરેન્દ્રભાઈ રાચ્છ, અનિલભાઈ સોમૈયા, જયંતભાઈ રાઘુરા, અનિલભાઈ ગોવાણી, દીપકભાઈ પોપટ, વિપુલભાઈ પંડિત, નૈમિષભાઈ પંડિત, નિખિલભાઈ છગાણી, સચિનભાઈ કાનાબાર, પ્રવિણભાઈ કારીયા, કીશોરભાઈ ચંડીભમર, સુનિલભાઈ પુજારા, પપ્પુભાઈ ચંડીભમર, જયેશભાઈ કંસારા, ભાવીનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, અરવિંદભાઈ સોમૈયા, નરશીભાઈ રાઠોડ, દીનેશભાઈ સોલંકી, ભીખાભાઈ ભોજાણી, સંજયભાઈ હીરાણી, જીતુભાઈ કોટક, પિયુશભાઈ છગાણી, માવજીભાઈ કણજારીયા, કાનજીભાઈ નકુમ, કૌશલભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, ભાવનાબેન સોમૈયા, ભારતીબેન ચતવાણી, નયનાબેન મીરાણી, નવીનભાઈ મહેતા, હીતેશભાઈ મેહતા, જયેશભાઈ ટોળીયા, નારણભાઈ મકવાણા, દેવરામભાઈ રામાનુજ, ચંદ્રિકાબેન માનસેતા, પ્રિતીબેન ચંદારાણા, રશ્મિબેન કોટક, દક્ષાબેન મીરાણી, રીનાબેન ચૌહાણ, લીલાબેન પુજારા, મીનાબેન ભટ્ટી, સોનલબેન ઠાકોર સહીત ના આગેવાનો જોડાયા છે.

લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી.

Related posts

*વાંકાનેર:ના મેસરીયા ગામેથી દેશી પિસ્તોલ કારતુસ સાથે એક ઝડપી પાડતી મોરબી એસઓજીની ટીમ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સલાયાના રઘુવંશી સમાજના અગ્રણી અને સલાયા શહેર ભાજપ પ્રમુખ ચિરાગભાઈ તન્ના(લાલજીભાઈ ભૂવા)નો આજે જન્મ દિવસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લામાં એક જ વર્ષમાં સીતાવીસ હજાર સાતસો નવા બાઇક અને દસ હજાર નવી કાર વેચાણી*

editor

Leave a Comment