• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી સો ઓરડી વિસ્તારમાંથી થયેલ બુલેટ ની ચોરી નો ગણતરીની દિવસોમાં ભેદ ઉકેલી નાખતી. મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

મોરબી-૦૨ સો-ઓરડી વિસ્તારમાંથી બુલેટ મોટર સાયકલની ચોરી થયેલ હોય જે ચોરી
કરનાર આરોપીને મુદામાલ સાથે ગણતરીના દિવસોમાં પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી
તા-૧૬/૦૩/૨૦૨૩.
શ્રી અશોકકુમાર યાદવ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી, રાહુલ ત્રિપાઠી સાહેબ પોલીસ અધિક્ષક મોરબીનાઓને મોરબી જીલ્લામાં બનતા મિલકત સબંધી ગુનાઓ અટકાવવા તેમજ અનડીટેકટ ગુનઓ શોધી કાઢવા સારૂ શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર શ્રી એલ.સી.બી. મોરબી નાઓને સુચના કરેલ હોય જે અન્વયે શ્રી કે.જે.ચૌહાણ પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબી તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના પો.હેડ કોન્સ, ચંદુભાઇ કાણોતરા, દશરથસિંહ પરમાર, ભરતભાઇ જીલરીયા, તેજશકુમાર વીડજાને સયુંકતમાં ખાનગી રાહે હકિકત મળેલ કે, અગાઉ સુરેન્દ્રનગર જિલ્લામાં મો.સા. ચોરીમાં પકડાયેલ આરોપી સંજયભાઇ પ્રવિણભાઇ પરમાર રહે. થાન જી.સુરેન્દ્રનગર વાળાએ મોરબી-૦૨ સો-ઓરડી વિસ્તારમાંથી થયેલ બુલેટ મોટર સાયકલની ચોરી કરેલ હોય અને તે બુલેટ મોટર સાયકલ લઇ જુના ઘુંટુ રોડ પરથી ત્રાજપર ચોકડી બાજુ આવનાર હોય જેણે શરીરે બ્લુ જેવા કલરનુ જીન્સનુ પેન્ટ તથા બ્લુ કલરનુ આખી બાયનું સફેદ વાદળી પટ્ટા વાળુ ટી-શર્ટ પહેરેલ હોવાની હકિકત આધારે વોચ ગોઠવી મજકુર ઇસમને પકડી બુલેટના માલીકી તથા સાધનીક કાગળો બાબતે પુછપરછ તપાસ કરતા મજકુર ગલ્લા તલ્લા કરી કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય જેથી મજકુર ઇસમની યુકિતપ્રયુકિતથી ઉલટ સુલટ પુછપરછ કરતા પોતે ભાંગી પડેલ અને પોતે ગઇ તા.૦૩/૦૩/૨૦૨૩ ના રાત્રીના બેએક વાગ્યાની આસપાસ મોરબી-૦૨ સો-ઓરડી વિસ્તારમાંથી બુલેટના વાયર કેબલ તોડી ડાયરેકટ કરી ચોરી કરેલાની હકીકત જણાવેલ, જે અંગે પોકેટકોપ એપ્લીકેશનમાં તપાસ કરતા આ અંગે મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે.માં એ પાર્ટ ગુ.ર.નં.૦૫૯૮/૨૦૨૩ IPC કલમ ૩૭૯ મુજબનો ગુન્હો રજી. થયેલ હોય જેથી આગળની ઘટીત કાર્યવાહી કરવા સારૂ મજકુર ઇસમને મો.સી. બી ડીવી. પો.સ્ટે.ને સોપેલ છે. > પકડાયેલ આરોપીના નામ સરનામા:-

(૧) સંજયભાઇ પ્રવિણભાઇ પરમાર/અનુ.જાતી ઉ.વ. ૨૨ ધંધો મજુરી રહે. થાન જી.આઇ.ડી.સી. સામે નવાવાસ આંબેડકરનગર-૪ તા.થાન જી.સુરેન્દ્રનગર
પકડાયેલ મુદામાલની વિગત –
(૧) હીરો રોયલ ઇનફીલ્ડ કંપનીનુ કલાસીક ૩૫૦ બુલેટ મો.સા. નંબર-GJ-03-KR-6960 કી.રૂ. ૮૦,૦૦૦/-
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી, કે.જે.ચૌહાણ, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં

Related posts

*HELLO MORBI:વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ મોરબી* *મોરબી સિરામીક ઉદ્યોગના પ્રાણ પ્રશ્નો અંગે MSME સેક્રેટરીશ્રી દાસે મોરબી ખાતે બેઠક યોજી*

editor

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને અનુલક્ષીને રાજકીય પક્ષો કે વ્યક્તિઓએ વાહનોની પૂર્વ મંજૂરી મેળવવી આવશ્યક*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે આગામી ૪ તારીખેસ્વ.પ્રભુદાસભાઈ નરશીભાઈ ખખ્ખર પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નિઃશુલ્ક નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

Leave a Comment