• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: માળીયા ના ખીરસરા ગામે જેઠા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન*

ખીરસરા (તા-માળીયા મિયાણા, જી-મોરબી) ખાતે તારીખ ૨૩/૦૩/૨૦૨૩ થી ૨૯/૦૩/૨૦૨૩ સુધી જેઠા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહ નું ભવ્ય આયોજન થયું, જેમાં
૧) ૧૨૦૦ ચકલીઘર નું વિનામૂલ્યે વિતરણ થયું
૨) કુલ ૬ ગામ ની પ્રાથમિક શાળા ના બાળકો ને તેની સ્કૂલએ જઈ શેરી રમતો રમાંડવામાં આવી
૩) ગામ ની ગાયો ને દરરોજ પાદર માં લીલું નાખવામાં આવ્યું.
૪) ગામ ના કુતરા ને દરરોજ લાડવા ખવડાવવા માં આવ્યા
૫) ૪ પર્યાવરણ પ્રેમીઑ નું સન્માન કરવામાં આવ્યું.
૬) સર્વરોગ નિદાન કેમ્પ અને તેને લગતી દવાઑ વિનામૂલ્યે આપવામાં આવી
૭) રકતદાન કેમ્પ માં યુવાનો એ રક્ત નું દાન કરી ઘન્યતા અનુભવી
૮) આગામી ચોમાસા માં કુલ ૫ ગામ માં ગામ દીઠ ૫૦૦ કલમી ફળાઉ રોપા નું રાહત દરે વિતરણ નું આયોજન થસે.
૯) ૧૦૦૦ ખેડૂતો પોતાના ખેતર ના શેઢે દર વર્ષે જુવાર અથવા બાજરા ની બે લાઇન પક્ષીઓ માટે વાવસે.
૧૦) ૧૦૦૦ લોકો પોતાના ફળિયા માં એક વૃક્ષ વાવી ભાગવત સપ્તાહ ને યાદગાર બનાવસે.

આવી રીતે ભાગવત સપ્તાહ નું સફળ આયોજન કરવા માટે જેઠા પરિવાર અને નીતિનભાઈ જેઠા ને લાખ લાખ અભિનંદન.

વી. ડી. બાલા
પ્રમુખ, નવરંગ નેચર ક્લબ – રાજકોટ
મો – ૯૪૨૭૫૬૩૮૯૮

Related posts

*મોરબી જિલ્લા ના અણ ઉકેલ પ્રશ્નોને વાચા આપવા કોંગી આગેવાનો તૈનાત કાર્યાલય નો સંપર્ક કરવા અનુરોધ*

Hello Morbi

*HELLO MORBI:નવયુગ ઍકેડેમી દ્વારા PSI/ કૉન્સ્ટેબલ પરીક્ષા અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો*

editor

*HELLO MORBI:મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા વિધાર્થી સન્માન સમારોહ યોજાશે*

editor

Leave a Comment