
માળીયા (મી) પો. સ્ટે. વિસ્તારમાં પાવરગ્રીડ લાઇનમાથી થયેલ એલ્યુમીનીયમ વાયર ચોરીનો ભેદ ઉકેલી કુલ રૂ.૧૩,૫૦,૦૦૦/-ના મુદામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી માળીયા મીયાણા પોલીસ
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, રાજકોટ વિભાગ, રાજકોટ તથા પોલીસ અધીક્ષકશ્રી, મોરબી તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી, મોરબી વિભાગ મોરબીની સુચના મુજબ મોરબી જીલ્લામાં બનેલ શરીર- મિલ્કત સબંધી ગંભીર વર્ણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અંગેની અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના કરેલ હોય,
જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટરશ્રી માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનનાઓએ ઉપરોકત કામગીરી અસરકારક રીતે કરવા પ્રયત્નશીલ થઇ સર્વેલન્સ પોલીસ સ્ટાફના માણસોને જરૂરી સુચના કરેલ હોય, જે અનુસંધાને સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન્સ મારફતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, માળીયા (મીં) પો.સ્ટે એ પાર્ટ ગુ.રનં-૦૧૨૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨),૩૨૪(૨),૫૪ મુજબના કામે પાવરગ્રીડ લાઇનમાથી વાયરની ચોરીના ગુનાને અંજામ આપનાર ઇસમો હાલે અંજીયાસર ગામ ગાંડીવ કારખાના તરફ વાહન સાથે આવેલ હોવાની ચોક્કસ હકીકત મળતા સદરહુ જગ્યાએ જઈ વાહન ચેકીંગ કરતા કુલ બે ઇસમો ઇન્ટ્રા પીકઅપમા વાયર ભરેલ શંકાસ્પદ હાલતમાં મળી આવતા જે મજકૂર આરોપીની યુક્તી પ્રયુક્તીથી પુછપરછ કરતા ઉપરોકત ગુનો કરેલની કબુલાત આપતા રતા હોય હોય બન્ને બન્ને ઇસમોને ઇસમોને ઉપરોક્ત ઉપરોક્ત ગુન્હાના : કામે ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.- પકડાયેલ આરોપીઓ :-
(૧) અનીસભાઇ સલેમામદભાઇ મોખા (મુસ્લીમ) રહે.ભુતેશ્વર ફળીયુ,ભુજ તા.જી.ભુજ
(૨) મુસ્તાકભાઇ હાજીભાઇ મેર (મુસ્લીમ) રહે.લોરીયા ગામ તા.જી.ભુજ> કબ્જે કરેલ મુદામાલ :-
(૧) કોપર વાયર આશરે ૪૫૦૦ મીટર કિ.રૂ. ૧૩,૫૦,૦૦૦/-
(૨) એક ટાટા કંપનીનુ ઇન્ટ્રા પીકઅપ રજી નં GJ-12-CT-1408 કી.રૂ.૪,૦૦,૦૦૦/-
કામગીરી કરનાર પોલીસ અધિકારી તથા સ્ટાફ :-
પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.કે.દરબાર તથા સર્વેલન્સ સ્ટાફ માળીયા મીં દ્વારા સદરહુ કામગીરી કરવામા આવેલ છે.
