• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી જિલ્લા મતદારયાદી સુધારણા કાર્યક્રમ હેઠળ ૨૦* *એપ્રિલ સુધી હક-દાવા અને વાંધા અરજી રજૂ કરી શકાશે*

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર મોરબી ચૂંટણી શાખા દ્વારા મોરબી જિલ્લા મતદારયાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવનાર છે.
આ મતદારયાદી સુધારણા કાર્યક્રમ હેઠળ પ્રસિદ્ધ કરવામાં આવેલ સંકલિત મતદારયાદીના મુસદ્દા અન્વયે તારીખ ૨૦-૦૪-૨૦૨૩ સુધી હક-દાવા તથા વાંધા અરજી રજૂ કરી શકાશે. આ હક-દાવા તથા વાંધા અરજીનો તારીખ ૨૮-૦૪-૨૦૨૩ સુધીમાં નિકાલ કરવામાં આવશે. મતદારયાદીના હેલ્થ પેરામીટર્સની ચકાસણી અને આખરી પ્રસિદ્ધિ માટે ચૂંટણી પંચની પરવાનગી મેળવવાની કામગીરી તેમજ ડેટાબેઝને અદ્યતન કરવાની અને પૂરવણી યાદીઓ જનરેટ કરવાની કામગીરી તારીખ ૦૪-૦૫-૨૦૨૩ સુધીમાં કરવામાં આવનાર છે. જ્યારે મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ તારીખ ૧૦-૦૫-૨૦૨૩ ના

કરવામાં આવશે. ઉપરાંત ખાસ ઝુંબેશની તારીખો ECI દ્વારા અલગથી જાહેર કરવામાં આવનાર છે.
આ મતદારયાદી સુધારણા કાર્યક્રમ અન્વયે જે લોકોને બુથ પર જવું ન હોય તે લોકો NVSP અને VHA નો ઉપયોગ કરી પોતાના હક-દાવા રજૂ કરી શકે છે. આ બાબતે કોઈ મુશ્કેલી ઉભી થાય તો જિલ્લા કક્ષાએ ચાલતા ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટરના ટોલ ફ્રી નંબર ૧૯૫૦ પર ફોન કરી પોતાની સમસ્યાનો ઉકેલ મેળવી શકે છે. તંદુરસ્ત મતદારયાદી થાય તૈયાર થાય તે માટે આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાની તમામ જનતાને ભાગ લેવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યા દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.

Related posts

*હડીયાણા ગામના વતની અને બેંક.ઓફ.બરોડા ના નિવૃત કર્મચારી હનીફભાઇ અને તેમના પત્ની મક્કા મદીના હજ પઢવા રવાના*

Hello Morbi

*HELLO MORBI NEWS: બાલંભા:ચામુંડા માતાજી મંદિર બાલંભા ખાતે યોજાયો માતાપિતા પૂજન કાર્યક્રમ*

editor

*મોરબી વૃદ્ધાશ્રમ ખાતે આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસની કરાઈ ઉજવણી* 

Hello Morbi

Leave a Comment