• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી વૃદ્ધાશ્રમ ખાતે આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસની કરાઈ ઉજવણી* 

સરકાર દ્રારા કાર્યરત સિનિયર સીટીજનો માટેની સેવા અને હેલ્પલાઈન નંબર વિશે જાણકારી તેમજ ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો

 

 

( જનક રાજા દ્રારા ) મોરબી : હેલ્પએજ ઇન્ડિયા અને એચ.એલ.સોમાણી ફાઉન્ડેશન દ્રારા મોરબી શોભેશ્વર રોડ ખાતે આવેલ વૃદ્ધાશ્રમ ખાતે આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં વડીલોને સરકારની સેવાઓ અને હેલ્પલાઈન વિશે જાણકારી તેમજ ફ્રી મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ હતું

 

ગત રોજ તા: 1/10 ના રોજ આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ તરીકે દેશભરમાં ઉજવવામાં આવે છે. ત્યારે

હેલ્પએજ ઇન્ડિયા અને એચ.એલ.સોમાણી

ફાઉન્ડેશન દ્રારા મોરબીના શોભેશ્વર રોડ ખાતે આવેલ વૃદ્ધાશ્રમ ખાતે આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ નિમિતે વડીલોને સરકારની કાર્યરત વિવિધ સેવાઓ અને કાર્યરત હેલ્પલાઈન નંબર 14567 વિશેની સપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી.સાથે

ફ્રી મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં બી.પી.,ડાયાબિટીસ, જોઇન્ટ પૈન, કમર નો દુખાવો, સરદી, ઉધરસ, તાવ, કબજિયાત, એસિડિટી, પેટ નો દુખાવો જેવી વડીલો માં જોવા મળતી બધી જનરલ સારવાર આપવામાં આવી હતી.આ કેમ્પમાં મોરબી સિવિલ હોસ્પિટલના ડો.સ્વેતા વિડજા,દિવાળીબેન સોલંકી એ સેવા આપી હતી. આ કાર્યકમને સફળ બનાવવા વૃદ્ધાશ્રમના સંચાલક ,હેલ્પએજ ઇન્ડિયા અને એચ.એલ.સોમાણી

ફાઉન્ડેશના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.

Related posts

ભારતના આ 10 મોટા રહસ્યો આજે પણ કોઈ ઉકેલી શક્યું નથી, વૈજ્ઞાનિકે પણ ચક્કર ખાઈ ગયા, તમે પણ વાંચો

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીએ મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું*

editor

*ટંકારા* : *આજરોજ ટંકારા ખાતે સરકાર શ્રી ના ટેકાના ભાવે ચણા અને તુવેર  ની ખરીદી સેન્ટરનો પ્રારંભ સાંસદ સભ્ય શ્રી મોહનભાઈ કુંડારીયા એ કરાવેલ*

Hello Morbi

Leave a Comment