• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ટંકારા અમરાપર રોડ પર જાહેરમાં જુગાર રમતા બે ઇસમોને ૩૧-૪૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

ટંકારા-અમરાપર રોડ આસુન્દ્રા નદીના કાંઠે જાહેરમાં જુગાર રમતા બે ઇસમોને રોકડા રૂપીયા-૩૧,૪૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ મોરબી.
તા.૨૧/૦૪/૨૦૨૩
શ્રી, અશોકુકમાર પોલીસ મહાનિરીક્ષકશ્રી, રાજકોટ વિભાગ, રાજકોટ તથા શ્રી,રાહુલ ત્રિપાઠી સાહેબ અધિક્ષક મોરબીનાઓએ મોરબી જીલ્લામાં ગે.કા.રીતે ચાલતી પ્રોહિ/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબૂદ કરવા સારૂ શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી નાઓને સુચના આપતા તેઓશ્રીના માર્ગદર્શન હેઠળ શ્રી કે.જે.ચૌહાણ તથા શ્રી એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબી તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી માટે પ્રયત્નશીલ હતા. દરમ્યાન એલ.સી.બી. મોરબીના પો.હેડ કોન્સ. સુરેશભાઇ હુંબલ, તથા પો.કોન્સ. વિક્રમભાઇ ફુગસીયાને સયુકત ખાનગી બાતમી રાહે મળેલ હકિકત આધારે ટંકારા-અમરાપર રોડ આસુન્દ્રા નદીના કાંઠે બાવળના ઝાડ નીચે જાહેરમાં ગંજીપતાના પાના અને પૈસા વતી પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમતા બે ઇસમોને રોકડા રૂ.૩૧,૪૦૦/- તથા ગંજીપના નંગ-પર સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી આરોપીઓ સામે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ સરનામા
૧. રમેશભાઇ રણછોડભાઇ કોરીંગા/પટેલ ઉ.વ. ૪૮ રહે. ટંકારા લોવાસ તા.ટંકારા જી.મોરબી ૨. રાજીવભાઇ કેશવજીભાઇ પાચોટીયા/પટેલ ઉં.વ. ૪૦ રહે. ટંકારા ગાયત્રીનગર જી.મોરબી
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી કે.જે.ચૌહાણ, શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં.

Related posts

શ્રી ગાયત્રીનગર તા. શાળા ટંકારા જ્ઞાન શક્તિ દિનની ઉજવણી અહેવાલ ૧ લી ઓગષ્ટ ૨૦૨૧ ને રવિવાર

Hello Morbi

*મોરબી શહેર કોંગ્રેસ સમિતી ના મહામંત્રી પદે અગ્રણી ઉદ્યોગપતિ શ્રી જયેશભાઈ કંસારા ની વરણી*

Hello Morbi

*HELLO MORBI:મોરબીમાં જિલ્લા કક્ષાના ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષ ઉલ્લાસથી ઉજવણી કરાઈ*

editor

Leave a Comment